Bhavnagar : જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
- ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત
- જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ
- જેસરના શાંતિનગર, કોટામુઈ, બિલા, તાતણીયામાં વરસાદ
- વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બિલા, તાતણીયા, ઉગલવાણ, સનાળા સહિતમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ઝરમર વરસાદ વરસતા વાતાવરણ માં પ્રસરી ઠંડક
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. શહેરી વિસ્તારમાં ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. જ્વેલર્સ સર્કલ, નીલમબાગ, કાલિયાબીડ ટાંકી, ગઢેચી, વડલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
બજારોમાં જ્યાં જુ વો ત્યાં પાણીજ જોવા મળ્યું
નખત્રાણા તાલુકાના સુખપર, રોહા, ગામની બજારમાં જ્યાં જુવો ત્યાં પાણી જોવા મળ્યું હતું. વરસાદ બાદ ગામની બજારોમાં પાણી પાણી થઈ જવા પામ્યા હતા. વરસાદી પાણીનો રસ્તો ગામમાંથી પસાર થતો હોવાથી બજારમાં પાણી ભરાયું હતું.
મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યાં
નખત્રાણામાં વરસાદને લઈ પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરેક વખતે વરસાદમાં આજ સ્થિતિ સર્જાય છે. કાયમી નિકાલ માટે જવાબદારો નિષ્ફળ નીવડ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad: પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે પણ થશે સુનાવણી
વરસાદી પાણી ગામમાં વહી નીકળ્યા
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. બાલાપર, રાયધનજર, ચિયાસરમાં વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના જાડાય, ઉખેડામાં વરસાદ પડ્યો હતો. વરસાદી પાણી ગામમાં વહી નીકળ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat rain : રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી


