Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં હજુ સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો કયા છે ભારે વરસાદની આગાહી

Gujarat Rain: ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે Gujarat Rain: રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય...
gujarat rain  રાજ્યમાં હજુ સાત દિવસ રહેશે વરસાદી માહોલ  જાણો કયા છે ભારે વરસાદની આગાહી
Advertisement
  • Gujarat Rain: ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા
  • અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

Gujarat Rain: રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે શકયતા છે.

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવા જઈ રહી છે

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતાં એ લૉ-પ્રેશર એરિયા બની રહ્યો છે. વિવિધ હવામાન મોડલોએ કરેલી આગાહી અનુસાર, આ લૉ-પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધી શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ શરૂ રહે તેવી આગાહી છે. તેના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

Advertisement

Gujarat Rain: દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

ગુજરાતમાં મોન્સુનની અસર જોરદાર જોવા મળી રહી છે. તેમજ રાજ્યના કિનારાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાનો છે. અમદાવાદમાં તાજેતરમાં 19 મિમી વરસાદ નોંધાયો હતો, જેનાથી સાબરમતી નદીનું જળસ્તરમાં ભારે વધારો થયો હતો.

Advertisement

શહેરમાં પૂર જેવી સ્થિતિનો ભય છે

આગામી દિવસોમાં ભારે વરસાદનું અલર્ટ કરવામાં આવ્યું છે, જેનાથી શહેરમાં પૂર જેવી સ્થિતિનો ભય છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસની એટલે કે 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ

Tags :
Advertisement

.

×