Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain: રાજ્યના 195 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ભાવનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ

અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. એસજી હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદી વરસવાનો શરૂ થતા કંઈક અંશે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
ahmedabad rain  રાજ્યના 195 તાલુકામાં સાર્વત્રિક વરસાદ  ભાવનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ
Advertisement
  • અમદાવાદ શહેર માં વરસાદી માહોલ જામ્યો
  • સિવિલ હોસ્પિટલ વિસ્તાર માં ધોધમાર વરસી રહ્યો છે વરસાદ
  • 15 જૂન ચોમાસુ સક્રિય થયું અને આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદના સિવિલ હોસ્પિટલ વિસ્તાર, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. છેલ્લા કેટકા દિવસ અને આજ સવારથી બફારા અને ઉકળાટ પછી વરસાદથી ઠંડકનો શહેરીજનોએ અહેસાસ કર્યો હતો. 15 જૂને ચોમાસુ સક્રિય થયું અને આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહુવા પંથકમાં ધોધમાર વરસાદ

મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા માલણ નદીના પાણી ભાદરોડ ઝાંપા ગામમાં ઘુસ્યા હતા. ગત રોજ મોડી રાતથી મહુવા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મહુવા શહેરમાં 9 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મહુવા પંથકમાં તમામ નદી નાળા છલકાઈ ચૂક્યા છે. ત્યારે માલણ, બગાડ, ભાદરોડીઓ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નદીનું પાણી ગામમાં ઘુસ્યા છે. ત્યારે ભાદ્રોડ ઝાપા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે. મહુવા શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

Advertisement

Advertisement

સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન વરસ્યો મુશળધાર વરસાદ

સૌરાષ્ટ્રમાં દિવસ દરમ્યાન મુશળધાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીના તમામ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. બાબરામાં દિવસ દરમ્યાન ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યના 195 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ

રાજ્યના 195 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ પાલિતાણામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના જેસર અને સિહોરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સારવકુંડલામાં 9 અને મહુવામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજુલામાં 7 અને ઉમરાળામાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલી, લીલિયા, તળાજા અને ગારિયાધારમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. ગઢડા અને ખાંભામાં 4 ઈંચ ખાબક્યો હતો.

રાજુલા અને સાવરકુંડલાના અનેક ગામોમાં પાણી ભરાયા, લોકો પરેશાન લીલીયાના ભોરીગડા ગામમાં ST બસ ફસાઈ...20 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા રાજુલાના હડમતિયા અને દેવકા વચ્ચે 25 જેટલા પશુઓ નદીમાં તણાયા હતા, 10 બકરીઓને બચાવી લેવાઈ સૂરજવડી નદીમાં પૂર આવતા જાબાળ ગામમાં આવેલું મંદિર અડધું પાણીમાં...!

ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. રાજ્યમાં આજથી 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ ડેમના અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 થી 22 જૂન દરમ્યાન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતિ 25/35 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×