Rajasthan: આટલી ક્રૂરતા! નવજાત શિશુના મોઢામાં પથ્થર ભરીને, ફેવીક્વિકથી સીલ કરીને જંગલમાં દાટી દેવામાં આવ્યો
- Rajasthan: ભીલવાડા જિલ્લામાં ફરી એકવાર એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના
- જંગલમાં કોઈએ 10 થી 12 દિવસના નવજાત શિશુને ખડકો નીચે દફનાવી દીધું
- બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેની હાલત ગંભીર હતી
Rajasthan: ભીલવાડા જિલ્લામાં ફરી એકવાર એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. બિજોલિયા સબડિવિઝનના માલ કા ખેડા રોડ પર સીતાકુંડ જંગલમાં કોઈએ 10 થી 12 દિવસના નવજાત શિશુને ખડકો નીચે દફનાવી દીધું. જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેની હાલત એટલી ગંભીર હતી કે તે કોઈપણની આંખોમાં આંસુ લાવી દે.
તેની ચીસો દબાવવા માટે મોઢામાં પથ્થર ભરી દીધો
ક્રૂરતાના ગુનેગારોએ નવજાત શિશુના મોઢામાં પથ્થર ભરીને ફેવીક્વિકથી સીલ કરી દીધુ હતુ. કહેવત છે કે, "જેનું ભગવાન રક્ષણ કરે છે તેને નુકસાન થઈ શકતું નથી." આ નવજાત શિશુ સાથે પણ આવું જ બન્યું. જ્યારે ખડકો પાસે પોતાના ઢોર ચરાવી રહેલા એક પશુપાલક બાળકના રળવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે તરત જ ગામલોકોને જાણ કરી હતી. જેમાં બાળકનો જીવ સમયસર બચી ગયો છે.
Rajasthan: ખડકો નીચેથી રડવાનો અવાજ આવ્યો
મંગળવારે બપોરે, બિજોલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીતાકુંડ જંગલમાં એક પશુપાલક પોતાના ઢોર ચરાવી રહ્યો હતો. તેને નજીકના ખડકોમાંથી હળવો રડવાનો અવાજ સંભળાયો હતો. નજીક આવતાં તેણે ખડકો નીચે એક નવજાત બાળક પડેલું જોયું. પશુપાલકે નજીકના મંદિરમાં ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનોએ બિજોલિયા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગ્રામજનોની મદદથી બાળકને બહાર કાઢ્યું હતુ.
ગરમ પથ્થરથી બળી ગયેલું શરીર
જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે તેના મોઢામાં એક પથ્થર નાખવામાં આવ્યો હતો જેથી તેની આવાજ બંધ થઈ જાય અને મોઢાને ફેવીક્વિકથી સીલ કરવામાં આવ્યું હતુ. નજીકમાં જ દ્રાવણનું પાઉચ પણ મળી આવ્યો હતો. પોલીસે 108 ની મદદથી બાળકને બિજોલિયા હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જ્યારે તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારે તેને ભીલવાડા જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. બાળકની સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ગરમ પથ્થરને કારણે તેના શરીરનો ડાબો ભાગ બળી ગયો છે. દરમિયાન, બિજોલિયા પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Commonwealth Games માટે અમદાવાદની દાવેદારી, લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ


