Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, મનુષ્યવધની કલમ હટાવવાની અરજી ફગાવી

Rajkot: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા સહિત અન્ય આરોપીઓની મનુષ્યવધની કલમ હટાવવા માટેની અરજીઓ ફગાવી દીધી છે. હાઇકોર્ટે અરજી ફગાવી દેતા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટેમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે.
rajkot  trp ગેમઝોન અગ્નિકાંડના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો  મનુષ્યવધની કલમ હટાવવાની અરજી ફગાવી
Advertisement
  • TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આરોપીને મોટો ઝટકો
  • સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરાની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ
  • મનુષ્યવધની કલમ હટાવવા સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા
  • પૂર્વ TPO મનસુખ સાગઠીયા સહિત તમામ આરોપી સામે મનુષ્યવધની કલમ હેઠળ કેસ ચાલશે

Rajkot: રાજકોટના TRP ગેમઝોનમાં ગયા વર્ષે મે મહિનામાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોનાં મોત થયા હતા, તે કેસમાં આરોપીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા સહિત અન્ય આરોપીઓની મનુષ્યવધની કલમ હટાવવા માટેની અરજીઓ ફગાવી દીધી છે.

Rajkot- TRP gamezone fire3

Advertisement

તમામ આરોપી સામે મનુષ્યવધની કલમ હેઠળ કેસ ચાલશે

કોર્ટે નોંધ્યું છે કે, આરોપીઓએ ફાયર સેફ્ટીના નિયમોનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું હતું અને તેનાથી મોત થવાની સંપૂર્ણ જાણ હોવા છતાં પગલાં ન લીધાં હતાં, આ નિર્ણયથી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા, ગેમઝોનના માલિકો-મેનેજરો, ફાયર વિભાગના અધિકારીઓ સહિત તમામ આરોપીઓ સામે હવે મનુષ્યવધ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ ચાલુ રહેશે. આ કલમોમાં આજીવન કેદ કે મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે.

Advertisement

Rajkot- TRP gamezone fire3

આરોપીઓની મુશ્કેલીમાં વધારો

સુપ્રીમ કોર્ટનો આ આદેશ આવતાં આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.આ અગ્નિકાંડમાં મોટાભાગના મૃતકો બાળકો હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાયો હતો.

આ પણ વાંચો:  Surat: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, ગુજરાતમાં 10મો કેસ નોંધાયો

Tags :
Advertisement

.

×