Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, CCTV ફૂટેજ જોઈ જીવ અધ્ધર થઈ જશે!

ચાર રસ્તા પર એક પૂરપાટ ઝડપે આવતી કારે અન્ય થાર કારને જોરદાર ટક્કર મારી હતી.
rajkot   ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત  cctv ફૂટેજ જોઈ જીવ અધ્ધર થઈ જશે
Advertisement
  1. Rajkot માં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો
  2. ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
  3. ગોઝારા અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
  4. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા, કોઈ જાનહાનિ નહીં

રંગીલા રાજકોટમાં (Rajkot) ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ઇન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે ગોઝારા અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે અન્ય કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટક્કર મારનાર કાર રમકડાંની જેમ ફંગોળાઈ હતી. જ્યારે, અન્ય કારનાં બોનેટને નુકસાન થયું હતું. અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ પણ વાંચો - Junagadh : 'Mahakumbh' સ્પેશિયલ ટ્રેનને આખરે મળ્યું જુનાગઢનું સ્ટોપેજ

Advertisement

ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

રાજકોટમાં (Rajkot) રોડ અકસ્માતનાં કિસ્સોઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્દિરા સર્કલ (Indira Circle) પાસે બે કાર વચ્ચે અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં દેખાય છે કે, ચાર રસ્તા પર એક પૂરપાટ ઝડપે આવતી કારે અન્ય થાર કારને જોરદાર ટક્કર મારી હતી અને રમકડાંની જેમ ફંગોળાઈ હતી. થારને ટક્કર મારી કાર આગળ દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

આ પણ વાંચો - Surat : ડાયમંડ હીરા બુર્સ નજીક કારે અચાનક પલટી મારી, 17 વર્ષીય વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત

અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ થઈ હતી

અક્સ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થાય છે અને કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવે છે. અકસ્માતમાં થાર કારનાં બોનેટને નુકસાન થયું હતું. માહિતી અનુસાર, અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ થઈ હતી. આ મામલે સ્થાનિક પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે. હાલ, ધરપકડનાં કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો - Ahmedabad : Happy Street પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો!

Tags :
Advertisement

.

×