Rajkot: ક્રિસ્ટલ મોલમાં ‘લાલો ’ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી મામલે જાણો શું થયો ખુલાસો?
- Rajkot ના ક્રિસ્ટલ મોલમાં ‘લાલો ’ફિલ્મ ના પ્રમોશન દરમિયાન અફરાતફરીના મામલે મહત્વની અપડેટ
- ફિલ્મ પ્રમોશન મામલે આયોજકોએ પોલીસની મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો
- ક્રિસ્ટલ મોલ મેનેજર સમીર વીસાણી સામે ફરિયાદ નોંધાઈ
- ગાંધીગ્રામ 2 પોલીસ મથકના PSI બન્યા ફરિયાદી
- માત્ર ક્રિસ્ટલ મોલ મેનેજર સામે પોલીસ ફરિયાદી બનતા સવાલો ઉઠ્યા
રાજકોટમાં (Rajkot) ક્રિસ્ટલ મોલમાં (Crystal Mall) ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન (Lalo film promotion) કાર્યક્રમ દરમિયાન ભીષણ અફરાતફરી સર્જાઈ હતી. હજારોરની સંખ્યામાં લોકો એકઠા થતાં મોલમાં હાહાકાર મચી ગયો હતો અને અનેક બાળકો ભીડમાં ફસાઈને ફંગોળાયા હતા. આ ઘટનામાં બાળકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો ગંભીર આરોપ ઉઠ્યો છે.
ક્રિસ્ટલ મોલમાં ‘લાલો ’ફિલ્મ ના પ્રમોશન દરમિયાન અફરાતફરીના મામલે મહત્વની અપડેટ
મળતી માહિતી અનુસાર, ફિલ્મના કલાકારોના આગમનના સમાચાર ફેલાતાં જ મોલમાં લોકોનો ધસારો થયો હતો. આયોજકો દ્વારા પોલીસની કોઈ પૂર્વ મંજૂરી લીધા વિના હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ભીડનો માહોલ જોઈ કલાકારોએ કાર્યક્રમ તાત્કાલિક રદ કરી દીધો હતો, પરંતુ તે પહેલાં જ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ચૂકી હતી.
Rajkot | પોલીસની પૂર્વ મંજૂરી ન લેવામાં આવતા નોંધાયો ગુનો | Gujarat First
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશનનો મુદ્દો
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
જગ્યાની ક્ષમતા કરતા વધુ ભીડ એકત્ર થતા ફરિયાદ નોંધાઈ
પોલીસની પૂર્વ મંજૂરી ન લેવામાં આવતા નોંધાયો ગુનો… pic.twitter.com/zIzakDv7db— Gujarat First (@GujaratFirst) December 3, 2025
આયોજકોએ પોલીસની મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો
ફિલ્મ પ્રમોશન મામલે આયોજકોએ પોલીસની મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની મંજૂરી વિનાજ હજારોની સંખ્યામાં લોકોને આમંત્રણ અપાયું અને આયોજકોએ બાળકોના જીવ જોખમમાં મુક્યા છે.
ભીડમાં ફસાયેલી બાળકીને બે યુવકોએ દેવદૂત બની જીવ બચાવ્યો
આ સમગ્ર ઘટનામાં જે બાળકીનો જીવ જોખમાયો હતો તેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ભીડમાં ફસાયેલી બાળકીને બે યુવકોએ દેવદૂત બની બાળકીનો જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ઘણાં બાળકો પણ ભીડમાં દબાઈને ફસાયા હોવાના દૃશ્યો વીડિયોમાં દેખાઈ રહ્યા છે.ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ગાંધીગ્રામ 2 પોલીસ મથકના PSI બન્યા ફરિયાદી
આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસ મથકના PSIએ ફરિયાદી બનીને ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વીસાણી સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે પોલીસ પરમિશન વગર મોટા પ્રમાણમાં લોકોને એકઠા કરવામાં આવ્યા, જેના કારણે જાહેર સુરક્ષા જોખમમાં મુકાઈ હતી.
Rajkot | 'લાલો' ફિલ્મના કલાકારોને બચાવતા દેખાયા ક્રિસ્ટલ મોલના મેનેજર ! | Gujarat First
Rajkot Crystal Mall મેનેજર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને હાજર
બાળકોના જીવ જોખમના મુદ્દે મોલ મેનેજરે રાખ્યું મૌન
“કલાકારો પોતે આવ્યા હતા, અમે ફક્ત મંજૂરી આપી”
પ્રમોશન મામલે જાહેરનામાં ભાગ બદલ… pic.twitter.com/MsE3z86YbA— Gujarat First (@GujaratFirst) December 3, 2025
પોલીસ શું કાર્યવાહી કરશે?
આ ઘટનાએ આયોજકો તેમજ મોલ ઓથોરિટીની બેદરકારી ઉજાગર કરી છે. લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને પોલીસ તંત્ર પાસે આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથધરી છે અને આ મામલે કલાકારો કે અન્ય આયોજકો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ફોટો પડાવવા અને કલાકારોને મળવા આવેલા લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ સમગ્ર ઘટના મામલે પોલીસ શું કાર્યવાહી કરશે ખરા મોટો સવાલ થઈ રહ્યો છે?
આ પણ વાંચો: Bhavnagar માં કોમ્પલેક્સમાં લાગી વિકરાળ આગઃ બાળકો, વૃદ્ધો સહિત દર્દીઓનું રેસ્ક્યૂ


