ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot માં કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર પર POCSO હેઠળ ફરિયાદ, ફિલ્મ રોલની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ 

Rajkot : કોળી સમાજ અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ : ઓડિશન બહાને અનેક વખત બાળકી પર અત્યાચાર, POCSO હેઠળ FIR
11:27 PM Oct 01, 2025 IST | Mujahid Tunvar
Rajkot : કોળી સમાજ અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ : ઓડિશન બહાને અનેક વખત બાળકી પર અત્યાચાર, POCSO હેઠળ FIR

Rajkot :  રાજકોટમાં કોંગ્રેસના નેતા અને કોળી સમાજના સ્વ-ઘોષિત અગ્રણી જયેશ ઠાકોર સામે ભારે આરોપો લાગ્યા છે. તેમના વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં તેમણે ઓડિશન દરમિયાન ફિલ્મમાં કામ અને મોડલ-હીરોઇનના રોલની લાલચ આપીને એક નાની બાળકી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવાયું છે. ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનની ટીમે આરોપીને તુરંત ધરપકડ કરી છે.

આરોપી જયેશ ઠાકોર કોંગ્રેસના સક્રિય નેતા તરીકે જાણીતા છે અને તેઓ કોળી સમાજના અગ્રણી તરીકે પણ પોતાને રજૂ કરે છે. ફરિયાદી મુજબ, આરોપીએ બાળકીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવાની લાલચ આપીને ઓડિશનના બહાને તેને બોલાવી હતી. ઓડિશન દરમિયાન તેમણે ફિલ્મમાં મોડલ અને હીરોઇનના રોલની વાત કરીને બાળકીને વિશ્વાસમાં લીધો અને ત્યારબાદ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો- અમદાવાદ Kalupur માં અજીબોગરીબ છેતરપિંડી; 25 વર્ષ જૂની અપહરણ કથા થકી છેતરપિંડી

ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ બાળકીની નિર્દોષતાનો ફાયદો ઉઠાવીને તેને ધમકાવી અને ઘટના વિશે કોઈને કહેવાની ના પાડી હતી. આ મામલો બહાર આવ્યો ત્યારે યુનિવર્સિટી પોલીસે તુરંત કાર્યવાહી કરી અને ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનની ટીમે આરોપીને ધરપકડ કરી લીધી હતી. આ ઘટના રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં બની હોવાનું જણાવાયું છે.

યુનિવર્સિટી પોલીસે POCSO એક્ટની વિભિન્ન કલમો હેઠળ FIR નોંધી છે, જેમાં દુષ્કર્મ, બાળકો પર અત્યાચાર અને લાલચ આપીને ફસાવવાના આરોપોનો સમાવેશ થાય છે. પોલીસ ટીમે આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી કરી રહી છે. બાળકીના વિગતવાર નિવેદનની રેકોર્ડિંગ કરી શકે છે. તપાસમાં આરોપીના મોબાઈલ અને અન્ય ડિવાઇસમાંથી પુરાવા શોધવામાં આવી રહ્યા છે.

આ મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ અધિકારીક પ્રતિક્રિયા આવી નથી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે અને વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો- MLA ભગવાનજી કરગઠીયાએ Mangrol માં પેટા આરોગ્ય કેન્દ્રનું કામ અટકાવ્યું, જાણો કેમ?

Tags :
film role lurePOCSO Act CaseRajkot Congress leader Jayesh Thakorrape chargesuniversity police arrest
Next Article