Rajkot: કોર્ટના નિવૃત કર્લાક ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે 3 લોકોને ઝડપ્યા
- Rajkot ના દિનેશ દેલવાડીયા બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ
- સાયબર ક્રાઇમ પોલીસે 3 શખ્સોને દબોચ્યા
- બ્રિજેશ પટેલ ,મોહસીન, શોએબ નામના શખ્સોની કરાઈ ધરપકડ
- સાયબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલનું નિવેદન
આજના માહોલમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ગુજરાતના રાજકોટમાંથી ડિજિટલ એરેસ્ટના મોટા સમાચાર સામે આવ્યા હતા. રાજકોટના નિવૃત્ત કોર્ટ કલાર્ક દિનેશ દેલવાડીયા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા. આ કેસમાં આરોપીઓએ CBI અધિકારી બની તેમની સાથે રૂ. 88.50 લાખની છેતરપિંડી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ કેસની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમે સઘન તપાસ હાથ ધરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા.
Rajkot ના સાયબર ક્રાઇમ પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા
નોંધનીય છે કે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં બ્રિજેશ પટેલ, મોહસીન અને શોએબ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.સાયબર ક્રાઈમના ACP ચિંતન પટેલે જણાવ્યું કે, 8 જુલાઈ 2025ના રોજ દિનેશભાઈને વોટ્સએપ કોલ દ્વારા CBI અધિકારી બનીને શખ્સે સંપર્ક કર્યો હતો. આરોપીએ તેમને ડિજિટલ એરેસ્ટ હેઠળ હોવાનું જણાવી, જો કોઈને માહિતી આપશો તો આખા પરિવારની ધરપકડની ધમકી આપી હતી. આરોપીએ દાવો કર્યો કે વેરિફિકેશન બાદ તમામ રકમ પરત મળી જશે. આ ધમકીથી ગભરાઈને દિનેશભાઈએ બેંક ખાતાઓમાંથી રૂ. 88.50 લાખ ટ્રાન્સફર કર્યા, જેમાં 12 રાજ્યોના 8 અલગ-અલગ ખાતાઓનો ઉપયોગ થયો. ભાવનગરના બ્રિજેશ પટેલના ખાતામાં રૂ. 10 લાખ જમા થયા, જેના બદલે તેને કમિશન પણ મળ્યું. દિનેશભાઈએ લોકરમાં રાખેલા ઘરેણાં પણ ગીરવે મૂકીને રકમ ટ્રાન્સફર કરી.જોકે, રકમ ટ્રાન્સફર કર્યા બાદ આરોપીનો સંપર્ક થયો નહીં, જેથી દિનેશભાઈને છેતરપિંડીની જાણ થઈ,બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી.
Rajkot ના સાયબર ક્રાઇમ પોલીસે સઘન તપાસ કરીને આરોપીઓને ઝડપ્યા
સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી, જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ કેસ ડિજિટલ છેતરપિંડીના વધતા જોખમોને ઉજાગર કરે છે અને સાવધાનીની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ પણ વાંચો: આવતીકાલથી Tarnetar ના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો થશે શુભારંભ,આ દિવસે CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે


