Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સામે ગંભીર આક્ષેપ

મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટ પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો.
rajkot   bjp નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો  pi સામે ગંભીર આક્ષેપ
Advertisement
  1. BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર હુમલો (Rajkot)
  2. મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટ પાસે જીવલેણ હુમલો થયો
  3. ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા સામે ગંભીર આરોપ

રાજકોટમાં (Rajkot) એક મોટી ઘટના બની છે. ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) પર જીવલેણ હુમલો થયો છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હતો. ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ કરાયો છે. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Bopal Accident Case માં મોટી કાર્યવાહી, બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

Advertisement

મવડી કણકોટ રોડ પરનાં પાર્ટી પ્લોટ નજીક જીવલેણ હુમલો

રાજકોટમાં (Rajkot) ભારતીય જનતા પાર્ટીનાં (BJP) પૂર્વ કોર્પોરેટર પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર આજે જીવલેણ હુમલા કરાયો હોવાની ઘટના બની છે. માહિતી અનુસાર, રાજકોટનાં મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત જંયતી સરધારાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. જયંતી સરધારાએ આ જીવલેણ હુમલાનો આરોપ ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા પર લગાવ્યો છે.

આ પણ વાંચો - Rajkot : નકલી જજ, નકલી PMO અધિકારી બાદ હવે નકલી પોલીસ! બુટલેગરના ઘરે દરોડો પાડવા ગયો અને..!

સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો ? કહી હુમલો કર્યો

ઇજાગ્રસ્ત જયંતી સરધારાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું કે, રાજકોટનાં મવડી કણકોટ રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં એક ફંક્શન દરમિયાન PI સંજય પાદરિયા (PI Sanjay Padaria) મને ખૂણામાં લઈ ગયા અને કહ્યું કે, સરદારધામમાં (Sardardham) ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો ? ત્યાર પછી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયંતી સરધારાએ જણાવ્યું કે, મારા પર હથિયાર વડે હુમલો કર્યો હતો. જો હું ત્યાંથી ભાગી ના ગયો હોત તો મારા પર ફરી હુમલો થયો હોત. આ મામલે પોલીસ ફરિયાદ થઈ હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી (Patidar leader) પર જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ, પીડિત યુવતીએ વર્ણવી આપવીતી!

Tags :
Advertisement

.

×