Rajkot: ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર, ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ
- Rajkot: ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસને લઈ મોટા સમાચાર
- ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
- સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ નાર્કોટેસ્ટની મંજૂરી માગી હતી
- ગણેશ જાડેજાએ સહમતી દાખવતા કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખી
- આગામી દિવસોમાં ગણેશ ગોંડલનો નાર્કોટેસ્ટ કરાશે
ગણેશ જાડેજા
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકુમાર જાટ કેસની તપાસ માટે રચવામાં આવેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતા અને રહસ્યમય સંજોગોને ધ્યાનમાં રાખીને, SITને આ કેસની સાચી હકીકતો જાણવા માટે આ ટેસ્ટ જરૂરી લાગ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગણેશ જાડેજાએ આ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પોતાની સહમતી આપી હતી. આ સહમતીને ધ્યાનમાં લઈને અદાલતે નાર્કો ટેસ્ટની મંજૂરીને ગ્રાહ્ય રાખી છે.
શું છે નાર્કો ટેસ્ટ ?
નાર્કો ટેસ્ટ એ એક ફોરેન્સિક તપાસ પદ્ધતિ છે, જેમાં વ્યક્તિને 'સોડિયમ પેન્ટોથલ' નામનું 'ટ્રુથ સીરમ' ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ સીરમની અસર હેઠળ વ્યક્તિ અર્ધ-બેભાન અવસ્થામાં પહોંચી જાય છે, જેનાથી તેના માટે ખોટું બોલવું મુશ્કેલ બની જાય છે. ચકચારી રાજકુમાર જાટ કેસમાં લાંબા સમયથી હત્યા અને અકસ્માત વચ્ચેનો ભેદ ઉકેલાયો નથી.
આગામી દિવસોમાં ટેસ્ટ કરાશે
કોર્ટની મંજૂરી બાદ હવે આગામી દિવસોમાં ગણેશ ગોંડલનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ ફોરેન્સિક લેબોરેટરીમાં નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવશે અને તેના રિપોર્ટ પરથી સમગ્ર કેસમાં મોટો ખુલાસો થવાની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલા આ કેસની તપાસમાં SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SITની નિષ્પક્ષ કામગીરી પર સૌની નજર ટકેલી છે. આ નાર્કો ટેસ્ટ જટિલ બની રહેલા આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Rajkot: ફોરેન ચોકલેટમાં ખતરો!, મોઢે જતાં પહેલા નીકળી જીવતી ઈયળ!