Rajkot : જયરાજસિંહ જાડેજા પાટીદારોને અન્યાય કરે છે : જગદીશ સાટોડિયા
- Rajkot માં ગોંડલનાં રાજકારણને લઈ અત્યાર સુધીનાં મોટા સમાચાર!
- નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહની મુશ્કેલી વધે તેવા એંધાણ
- ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જગદીશ સાટોડિયાનો ખુલાસો
- વાઇરલ ઓડિયો ક્લિપ પોતાની હોવાનો જગદીશ સાટોડિયાનો સ્વીકાર
- વાઇરલ ક્લિપમાં જયરાજસિંહના કાગળિયા તૈયાર કરવાની કરી હતી વાત
Rajkot : રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja) બાદ હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની (Jayrajsinh Jadeja) મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. નિલેશ રૈયાણી હત્યા કેસમાં (Nilesh Raiyani Case) જયરાજસિંહની મુશ્કેલી વધે તેવા એંધાણ છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર જગદીશ સાટોડિયાએ ખાસ વાતચીત કરી છે, જેમાં તેમણે વાઇરલ ઓડિયો ક્લિપ પોતાની હોવાનો સ્વીકાર કર્યો છે. થોડા દિવસ પહેલા એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, જેમાં જગદીશ સાટોડિયા (Jagdish Satodiya) વકીલ સાથે વાતચીત કરી રહ્યા હોવાનો દાવો કરાયો હતો.
આ પણ વાંચો - Rajkot : અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ હવે જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલીઓ!
Rajkot માં નિલેશ રૈયાણી કેસમાં જયરાજસિંહની મુશ્કેલી વધે તેવા એંધાણ
રાજકોટના (Rajkot) ગોંડલનાં રાજકારણને લઈ અત્યાર સુધીનાં મોટા સમાચાર આવ્યા છે. નિલેશ રૈયાણી હત્યા કેસમાં (Nilesh Raiyani Case) પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલી વધે તેવા એંધાણ છે. થોડા દિવસ પહેલા એક કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર જગદીશ સાટોડિયા અને વકીલ સાથે વાતચીત થતી હોવાનો દાવો કરાયો હતો. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાનો ઉલ્લેખ કરાયો હતો. જો કે, હવે આ મામલે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં જગદીશ સાટોડિયાએ મોટો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો - Junagadh : ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત!
દિવાળી બાદ સુપ્રીમ કોર્ટમાં જયરાજસિંહ સામે કરીશું અરજી: જગદીશ સાટોડિયા
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીત દરમિયાન જગદીશ સાટોડિયાએ કથિત વાઇરલ ઓડિયો ક્લિપ પોતાની હોવાનો સ્વીકાર કર્યો છે. સાથે તેમણે નિલેશ રૈયાણી પેન્ડિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે, દિવાળી બાદ સુપ્રીમ કોર્ટમાં જયરાજસિંહ સામે અરજી કરીશું. તેમણે આરોપ લગાવી કહ્યું કે, મારા ભાઈએ નિલેશ રૈયાણી કેસની ફરિયાદ કરી હતી. જયરાજસિંહ જાડેજા પાટીદારોને અન્યાય કરે છે.
આ પણ વાંચો - 'ગોંડલ' અને 'રીબડા'ની રાજનીતિ પર સીધો સંવાદ, સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા