Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યાનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટમાં ચકચાર મચાવતી ઘટના સામે આવવા પામી છે. રાજકોટની કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે શિક્ષકે જઘન્ય કૃત્ય કર્યાનો મામલો સામે આવ્યો છે.
rajkot  કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યાનો આક્ષેપ  પોલીસે તપાસ શરૂ કરી
Advertisement
  • રાજકોટની સ્કૂલમાં શિક્ષકે જઘન્ય કૃત્ય કર્યાનો આરોપ
  • બાળકીના ગુપ્ત ભાગમાં બોલપેન ભરાવી હોવાના લાગ્યા આરોપ
  • રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની ઘટના
  • 11 તારીખે બાળકી સાથે ઘટના બની હોવાનો માતાએ લગાવ્યો આરોપ

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકીત કરતી ઘટના સામે આવવા પામી છે. રાજકોટમાં આવેલ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણીત બાળકીનાં ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા સમ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગત તા. 11 નાં રોજ બાળકી શાળાએથી આવ્યા બાદ તેની માતાને દુઃખે છે તેમ કહ્યું હતું. પરંતું ત્યારે માતાએ ધ્યાન આપ્યું ના હતું. જે બાદ બીજા દિવસે પેશાબની જગ્યાએ ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ માતાને કરી હતી.

Advertisement

જે બાદ માતાએ ચકાસણી કરતા ગુપ્તભાગમાં પરૂ જેવું દેખાતા માતા ચોંકી ઉઠ્યા હતા. અને બાળકી સાથે કાંઈ અજુગતું થયું હોવાની ખબર પડી હતી. જે બાદ બાળકીને તાત્કાલીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાદમાં બાળકીને શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીના ફોટા બતાવી પૂછવામાં આવ્યું હતું. અને શાળાનાં વિદ્યાર્થી અને શિક્ષકનાં ફોટા બતાવતા શિક્ષકનાં ફોટા પર દીકરીએ આંગળી મૂકી હતી. ત્યારે સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. રેલનગરમાં આવેલ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટનાં એક દિગ્ગજ નેતાની હોવાનું સામે આવ્યું છે. દિગ્ગજ નેતાની શાળા હોવાથી મામલો દબાવવા ગાંધીનગર સુધી લગાવાયા ફોન!

Advertisement

સ્કૂલ સત્તાધિશોએ આરોપો ફગાવ્યા

આ સમગ્ર બાબતે કર્ણાવતી સ્કૂલ એડમિન હેડ અનિતા પટેલે જણાવ્યું હતું કે, અમે પોલીસને પણ સહકાર આપવા તૈયાર છીએ. હાલ સીસીટીવી ફૂટેજ સહિત બાળકીના માતાનાં આરોપોને લઈ તપાસ ચાલી રહી છે. કર્ણાવતી ઈન્ટરનેશન સ્કૂલમાં બનેલી ઘટના મુદ્દે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાળકી અને તેની માતાનાં આરોપને લઈ ઝીણવટભરી તપાસ હાલ કરવામાં આવી રહી છે.

પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીઃ વાલી

આ બાબતે વિદ્યાર્થીનીનાં વાલીએ જણાવ્યું હતું કે, કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મારી બેબી નર્સરી વિભાગમાં અભ્યાસ કરે છે. મારી દીકરીએ તા. 11 ના રોજ મારી પત્નિની દુખાવો થવાની ફરિયાદ કરી હતી. જે બાબતે મારી પત્નિએ ધ્યાન આપ્યું ન હતું. જે બાદ 12 તારીખે સ્કૂલથી પરત આવ્યા બાદ મારી દીકરીએ ફરી દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ મારી દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ચેક અપ કરાવ્યું હતું. બીજે દિવસે સવારે તેની પરીક્ષા હોઈ તેને સ્કૂલે લઈને ગયા હતા. જે બાદ મારી દીકરીને જઘન્ય કૃત્ય કરનારની ઓળખ પરેડ કરાવતા વિદ્યાર્થીની દ્વારા માત્ર એક જ ફોટા પર હાથ મૂકે છે. હાલ મારી દિકરી સારવાર હેઠળ છે. તેમજ હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gondal: માર્કેટયાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક, માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી

વાલીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે :મિતલબેન (શિક્ષિકા)

રાજકોટની કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા મિત્તલબેન પર આક્ષેપો થયા છે ત્યારે આ બાબતે મિત્તલબેને જણાવ્યું હતું કે, શિક્ષણ જગત માટે શરમજનક ઘટના છે. વાલીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બાળકી ચાર વર્ષની છે તેને બોલતા પણ આવડતું નતી. બાળકીને શારીરિક બીજી તકલીફ ગશે. તેના સ્કૂલનાં રિપોર્ટ લાવ્યા હતા. તેમજ સીસીટીવી પણ તેના માતા-પિતાને ચેક કરવા દીધા છે. શિક્ષણ ક્ષેત્રમાં હું 10 થી 15 વર્ષથી જોડાયેલી છું. આવા બનાવો બનશે તો કેમ સ્કૂલમાં નોકરી કરવી તે શિક્ષકો વિચાર કરશે.

આ પણ વાંચોઃ Morbi: લૂંટારૂઓએ ખેડૂત સૂઈ રહ્યો હતો ત્યારે કર્યો હુમલો, પાલતુ કૂતરાએ આ રીતે બચાવ્યો જીવ

Tags :
Advertisement

.

×