Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : Gondal ના ક્ષત્રિય યુવાને જન્મદિવસ નિમિતે મઢડા સોનલ ધામ મંદિરને સોનાનો મુગટ અર્પણ કર્યો

ગોંડલ શહેરના ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી તેમજ સેવાકીય ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર જયેન્દ્રસિંહ ઝાલા (ટીનુભા)એ તેમના જન્મદિન નિમિતે મઢડા ખાતે આવેલા સોનલ ધામ મંદિરે માતાજીને સોનાનો મુગટ ચડાવી ધન્યતા અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ટિનુભા ઝાલા દ્વારા મઢડા...
rajkot   gondal ના ક્ષત્રિય યુવાને જન્મદિવસ નિમિતે મઢડા સોનલ ધામ મંદિરને સોનાનો મુગટ અર્પણ કર્યો
Advertisement

ગોંડલ શહેરના ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી તેમજ સેવાકીય ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર જયેન્દ્રસિંહ ઝાલા (ટીનુભા)એ તેમના જન્મદિન નિમિતે મઢડા ખાતે આવેલા સોનલ ધામ મંદિરે માતાજીને સોનાનો મુગટ ચડાવી ધન્યતા અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ટિનુભા ઝાલા દ્વારા મઢડા સોનલ ધામ મંદિરે 11 લાખનું રોકડ દાન આપવામાં આવ્યું હતું. સદા મૂક પર હાસ્ય રાખતા ટિનુભા જરૂરિયાતમંદોની મદદ કરવી તે તેમનો જીવન મંત્ર છે. તેમજ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી હમેશા લોકોને ઉપયોગી થવા તત્પર હોય છે. જન્મદિને ખોટા ખર્ચને બદલે માતાજીને મુગટ અર્પણ કરી ખુબજ સરાહનીય કાર્ય કર્યું છે.

સોનાનો મુગટ ઉપરાંત ગૌશાળા અને અન્નક્ષેત્રે દાનની સરવણી વરસાવી

દાનવીર ટીનુભાના 39 માં જન્મદિન નિમિતે મઢડા ખાતે આવેલા સોનલ ધામ મંદિરે માતાજીને દસ તોલા સોનાનો મુગટ ઉપરાંત અલગ ગૌશાળા, સડક પીપળીયા ખાતે આવેલા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ થતા ખોડિયાર માતાજીના મંદિર ખાતે પણ એક લાખનું અનુદાન આપ્યું છે તેમજ કોટડા સાંગાણી ખાતે આવેલા અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ખાતે પણ નિરાધાર અશક્ત લોકો માટે બે માસ ચાલે તેટલું ભોજનની વ્યવસ્થા કરી આપી હતી.

Advertisement

Advertisement

ગરબીમાં બાળાઓને નવે નવ દિવસ નાસ્તો અને લ્હાણી પણ આપે છે

નવરાત્રીમાં કુમારિકા પૂજન હોઈ કે ગરબીની બાળાઓને નાસ્તો આપવા... ટીનુભા ઝાલાની પહેલી પહેલ હોય છે. આ ઉપરાંત માતાજી સ્વરૂપે ગરબે રમતી બાળાઓને લ્હાણી પણ આપવામાં આવતી હોય છે.

ખાટડી મુકામે શ્રી શક્તિ માતાજી મંદિરે પણ આગીયર લાખ અર્પણ કર્યા હતા.

ગત વર્ષે ટીનુભા ઝાલા પરિવાર દ્વારા તેમના મૂળ ગામ અને કુળદેવી શ્રી શક્તિ માતાજી મંદિર ખાટડી મુકામે પણ 11 લાખની રકમ માતાજીને ભેટ ધરાવી હતી. અને મંદિરના નવનિર્માણ કાર્યમાં દાન રૂપી પુષ્પની એક ઇટ મુકાવ્યાની શ્રધ્ધા દાખવી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : Rajkot : ગોંડલમાં બે ભાઈઓના શંકાસ્પદ મોત, થોડા દિવસ પહેલાં જ માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા

Tags :
Advertisement

.

×