Rajkot LokMela : ચકડોળે ચડેલા લોકમેળાને લઈ મોટા સમાચાર, રાઇડ્સ સંચાલકોને મોટી રાહત!
- રાજકોટ લોકમેળાને લઈ આવ્યા મોટા સમાચાર (Rajkot LokMela)
- મેળાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી
- મેળા માટે નિયમોમાં થોડી છૂટછાટ સાથે આપી પરવાનગી
- હવે RCC ફાઉન્ડેશન ફરજિયાત નહીં, સોઈલ ટેસ્ટ માન્ય રહેશે
Rajkot LokMela : રાજકોટમાં ચકડોળે ચડેલા લોકમેળાને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. મેળાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી છે. મેળા માટે નિયમોમાં થોડી છૂટછાટ સાથે પરવાનગી અપાઈ છે. રાઇડ્સ સંચાલકો દ્વારા સતત કરાતી અપીલ બાદ સરકાર દ્વારા આ છૂટછાટ આપવામાં આવી છે. રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire Incident) બાદ રાજ્ય સરકારે કડક નિયમો સાથે SOP ની જાહેરાત કરી હતી અને રાઇડ્સ સંચાલકોને આ એસઓપીનું ફરજિયાતપણે પાલન કરવા આદેશ કરાયો હતો.
આ પણ વાંચો - Rajkot LokMela : જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં? : પરશોત્તમ રૂપાલા
રાજકોટ લોકમેળાને લઈ મોટા સમાચાર
મેળાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી
મેળા માટે નિયમોમાં થોડી છુટછાટ સાથે આપી પરવાનગી
હવે RCC ફાઉન્ડેશન ફરજિયાત નહીં, સોઈલ ટેસ્ટ માન્ય રહેશે
અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે તેવું સૂચન કરવામાં આવ્યું#RajkotLokMela #GujaratGovernment… pic.twitter.com/pxQLrCj3x2— Gujarat First (@GujaratFirst) July 18, 2025
મેળાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી
રાજકોટવાસીઓ અને રાઇડસ સંચાલકો માટે રાહતનાં સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, લોકમેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી છે, જેમાં મેળા માટેનાં નિયમોમાં થોડી છૂટછાટ આપવા મંજૂરી અપાઈ છે. માહિતી અનુસાર, નવી SOP મુજબ હવે RCC ફાઉન્ડેશન ફરજિયાત નહીં, પરંતુ સોઈલ ટેસ્ટ માન્ય રહેશે. સાથે જ અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે તેવું સૂચન કરવામાં આવ્યું છે. ઇન્સ્પેશન કમિટીમાં વર્ગ 2 કક્ષાનાં ઇજનેરની નિમણૂક કરવાની રહેશે. જ્યારે, ટેમ્પરરી મેળા માટે 90 દિવસ માટેનું લાઇસન્સ મળી શકશે.
આ પણ વાંચો - Sabar Dairy : પશુપાલકોના વિરોધ વચ્ચે નિયામક મંડળની બેઠક, સાંસદ, ઈડર MLA, મહામંત્રી, આગેવાનો સાથે ચર્ચા
મેળા માટે નિયમોમાં થોડી છૂટછાટ સાથે આપી પરવાનગી
માહિતી અનુસાર, સોઈલ સ્ટેબિલિટી રિપોર્ટ અને લોડ બેરિંગ કેપિસિટીને ધ્યાને રાખીને મેળાનું (Rajkot LokMela) ફાઉન્ડેશન તૈયાર કરવું પડશે. મેળા આયોજકોએ એમેઝમેન્ટ રાઇટ અને ગેમિંગઝોન એક્ટિવિટી સેફટી રુલ્સ-2024 (Gaming Zone Activity Safety Rules-2024) હેઠળ અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, લોકમેળાને લઈ સાસંદ પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પણ તંત્રનાં નિર્ણય સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં ? તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી તેમ જ કલેક્ટર, કમિશનર સાથે આ મુદ્દે ચર્ચા કરીશ. મેળો તો રાઇડ્સ સહિત જ થવો જોઈએ. જામનગર, પોરબંદર, વાંકાનેર, સિધ્ધપુર, સુરેન્દ્રનગર, સુરત, બરોડામાં મંજૂરી મળે તો રાજકોટમાં કેમ નહીં ?
આ પણ વાંચો - Shaktisinh Gohil : આરોપીઓને બચાવી લેવામાં પણ આ સરકાર મોખરે છે : શક્તિસિંહ ગોહિલ


