મંદિર પાસેથી મળ્યો દલિત યુવકનો મૃતદેહ, ધોરાજીમાં દલિત સમાજનો વિદ્રોહ
- દલિત સમાજના લોકોએ ઘટનાસ્થળ પર Police નો વિરોધ કર્યો
- પોતાના વહાલસોયાના મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી
- શંકાસ્પદ વ્યક્તિઓના નામ લખાવવામાં આવ્યા છે
Rajkot Murder Case : Rajkot જિલ્લામાં આવેલા ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાંથી એક દલિત યુવકનો અવાવરું સ્થળેથી મૃતદેહ મળિ આવ્યો છે. જોકે આ યુવકનો મૃતદેહ મંદિરની નજીકથી મળી આવ્યો હતો. જોકે આ દલિત યુવકને ગળે ફાંસો આપવામાં આવ્યો હોય, તેવું મૃતદેહને જોઈને લાગતું હતું. હાલમાં Police એ આ મૃતદેહ કબજે કરીને પીએમ અર્થે ધોરાજીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
દલિત સમાજના લોકોએ ઘટનાસ્થળ પર Police નો વિરોધ કર્યો
મળતી માહિતી મુજબ, Rajkot ના ધોરાજી તાલુકામાં આવેલા નાની પરબડી ગામમાંથી મંદિર પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના વિમલ સાગઠીયાનો Policeને માલૂમ પડ્યો છે. સાગઠીયા પરિવારના વિમલને મારીને તેના મૃતદેહને મંદિર પાસે છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે કે, આ દલિત યુવકની હત્યા કયા કરણોસર કરવામાં આવી હશે. જોકે જાગૃત્ત નાગરિકોએ મૃતદેહ જોતાની સાથે તુરંત ધોરાજી Police ને ફોન કર્યો હતો. ત્યારે આ મામલે Police એ મૃતદેહને કબજે કરી લીધો હતો.
આ પણ વાંચો: VADODARA : વડોદરા સાયબર ક્રાઇમને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત
પોતાના વહાલસોયાના મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી
પરંતુ જ્યારે દલિત યુવકનો મૃતદેહ Police દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે દલિત સમાજના લોકોએ આ એમ્બ્યુલન્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે ઉપરાંત Police સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ Police એ ઘટનાસ્થળ ઉપર સમગ્ર મામલાને થાણે પાડ્યો હતો. પરંતુ હાલમાં, પણ સાગઠિયા પરિવાર દ્વારા પોતાના વહાલસોયાના મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી છે.
શંકાસ્પદ વ્યક્તિઓના નામ લખાવવામાં આવ્યા છે
પરિવાજનો દ્વારા માગ કરવામાં આવી છે, જ્યાં સુધી આરોપીઓને પકડી પાડવામાં આવશે નહીં, ત્યાં સુધી તેઓ દીકરાનો મૃતદેહ સ્વીકારશે નહીં. જોકે હાલમા, પરિવારજનો દ્વારા તેમના દીકરા સાથે રહેતા અને શંકાસ્પદ વ્યક્તિઓના નામ લખાવવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર માહિતીના આધારે Police એ આગળ કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો: VADODARA : દૂધીની આડમાં વિદેશી દારૂ ઘૂસાડવાનો કિમીયો વધુ એક વખત નાકામ


