Rajkot : નવા CCTV ફૂટેજ સામે આવતા પાટીદાર અગ્રણી જયંતી સરધારાના નિવેદન સામે સવાલ!
- જયંતી સરધારા અને PI પાદરિયા વિવાદનો મામલો (Rajkot)
- વધુ એક CCTV આવ્યા સામે, થયાં ચોંકાવનારા ખુલાસા
- CCTV માં જયંતી સરધારા PI પાદરિયા પાસે જઈ અને તેમને સાઈડમાં લઈ જતાં દેખાયા
- FIR માં જયંતી સરધારાનાં નિવેદન સામે સવાલ
રાજકોટમાં (Rajkot) BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) પર જીવલેણ હુમલા મામલે વિવાદ ગરમાયો છે. આ મામલે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્યાર હવે હુમલાની ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના પછી જયંતી સરધારાના પોલીસને આપેલા નિવેદન સામે સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ
Patidar આગેવાન હુમલાની ઘટનામાં હંસરાજ ગજેરાનું નિવેદન | GujaratFirst #PatidarLeader #HansrajGajera #LeaderAttack #PoliticalStatements #GujaratPolitics #JusticeForPatidar #GujaratFirst pic.twitter.com/tp5Y5lGyQx
— Gujarat First (@GujaratFirst) November 27, 2024
PI સંજય પાદરિયા પર જયંતી સરધારાના આરોપ
જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક પાટીદાર અગ્રણી જયંતી સરધારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા (PI Sandeep Padaria) દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ જયંતી સરધારા દ્વારા કરાયો હતો. જયંતી સરધારાએ FIR માં નિવેદન આપ્યું હતું કે, PI સંજય પાદરિયા તેમની પાસે આવ્યા હતા અને ત્યાર બાદ માથાકૂટ કરી હતી.
આ પણ વાંચો - PI પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા
જયંતી સરધારાનાં નિવેદન સામે અનેક સવાલ
જો કે, હવે જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં એવું દેખાય છે કે જયંતી સરધારા PI પાદરિયા પાસે જઈ અને તેમને સાઈડમાં લઈ જાય છે. PI સંજય પાદરિયા એ જયંતી સરધારા પાસે નહોતા ગયા પરંતુ, જયંતી સરધારા PI પાદરિયા પાસે ગયા હતા તેવા CCTV સામે આવ્યા છે અને જયંતી સરધાર PI સાથે માથાકૂટ કરતા નજરે પડે છે. આથી, FIR માં જયંતી સરધારા દ્વારા આપેલા નિવેદન પ્રમાણે CCTV વિપરિત સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ સામે આવતા હવે જયંતી સરધારાનાં નિવેદન સામે અનેક સવાલ ઊભા થયા છે કે શું જયંતી સરધારા પોલીસ અને મીડિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે ?
આ પણ વાંચો - ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા


