Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot News : ભૂવાએ અંધશ્રદ્ધામાં 8 લાખ ખંખેર્યા, ‘મટન, દારૂ અને કુંવારી છોકરી આપવી પડશે’

વર્તમાનમાં ડિજીટલ યુગ છે તેમજ દરેક વાત પાછળ સાબિતીની જરૂર પડે છે ત્યારે પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના અંધકારમાં ડૂબી જાય છે તેમજ અંધશ્રધ્ધાના રસ્તે ધકેલાઈ જાય છે. રાજકોટમાં એક પરિવાર અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો. દારુની બોટલ, મટન અને કુંવારી છોકરીની...
rajkot news   ભૂવાએ અંધશ્રદ્ધામાં 8 લાખ ખંખેર્યા  ‘મટન  દારૂ અને કુંવારી છોકરી આપવી પડશે’
Advertisement

વર્તમાનમાં ડિજીટલ યુગ છે તેમજ દરેક વાત પાછળ સાબિતીની જરૂર પડે છે ત્યારે પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના અંધકારમાં ડૂબી જાય છે તેમજ અંધશ્રધ્ધાના રસ્તે ધકેલાઈ જાય છે. રાજકોટમાં એક પરિવાર અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો.

દારુની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો

મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં રહેતા અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવાએ એક પરિવાર પાસેથી આઠ લાખ રૂપિયા પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. મનહર પ્લોટમાં રહેતા એક વ્યક્તિએ ભુવા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેમાં અરજી કરનારે લખ્યું હતું કે અમારા પરિવારમાં મુશ્કેલીઓ આવતી હોવાના કારણે અમે અરુણ સાપરિયા નામના ભુવાના સંપર્કમાં આવ્યા હતા. ભુવાએ દારુની બોટલ, મટન, કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો હતો. મનીષભાઈ લોટીયાએ ભુવા પાસેથી રૂપિયા પરત માંગતા ભુવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મનીષ લોટીયાએ ભુવાજી અરુણ સાપરિયા સામે પોલીસ કમિશનરને અરજી કરી છે.

Advertisement

Advertisement

શું કહે છે ફરિયાદી?

ફરિયાદીએ જણાવ્યું કે, જન્માક્ષર બાબતે આ ભુવા સાથે સાડા ત્રણ વર્ષ પહેલા સંપર્ક થયો હતો. જે બાદ ભુવાએ કહ્યું કે, તમારે બીજું નડતર છે. તેણે આમતેમની વાતો જણાવતા થોડો ભરોસો થયો. પછી તેણે વિધિની વાત કરતાં અમે લગભગ પોણા ચાર વર્ષથી વિધિ કરાવતા હતા. તેણે છૂટક-છૂટક સાતથી આઠ લાખ રૂપિયા પડાવી લીધા. જોકે, કોઇ ફેર પડ્યો નહી. તેણે મને કહ્યું હતું કે, આ વાત કોઇને કરતો નહીં. હું તારા પૈસા પાછા આપી દઇશ. તેણે એક વખત સ્મશાને લઇ જઇને વિધિ કરાવડાવવી, એક વખત મંદિરમાં લઇ જઇને વિધિ કરાવડાવી, બાકી વિધિ તે રાત્રે તેને ત્યાં કરતો.

અંધશ્રદ્ધાનો ભોગ બનેલા યુવકે પો.કમિશનરને કરી અરજી

ભુવાનું શું કહેવું છે?

ભુવા અરુણ સાપરિયાએ જણાવ્યું છે કે, મેં કોઇ પૈસા લીધા નથી. કોઇ પતાવની વાત નથી. હું તેને બે વર્ષથી ઓળખું છું. આજે છાપામાં જોયું તો મને જાણ થઇ છે. તે અવારનવાર મારી પાસે મળવા આવતા. કુંવારી યુવતીની માંગના આક્ષેપ વિશે પૂછતાં ભુવાએ જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટી વાત છે. જે માણસને દારૂ પીને બોલવું છે, તે કંઇ પણ બોલશે. આ બદનામ કરે છે. મેં તેને દારૂ પીને ઘરે આવવાની ના પાડી એટલે તે ખારમાં આવું કરે છે. 8 લાખ રૂપિયા પાડવ્યા હોવાના આરોપ સામે ભુવાએ કહ્યું કે, એની પાસે આઠ લાખ રૂપિયા છે? મેં પૈસા લીધા જ નથી.

આ પણ વાંચો : Ahmedabad :વર્લ્ડ કપને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત

Tags :
Advertisement

.

×