Rajkot: પાયલ હૉસ્પિટલ CCTV કાંડમાં સુરતના એક સહિત વધુ 3 આરોપી પકડાયા
- CCTV કેમેરા હેક કરનાર આરોપી સુરતથી ઝડપાયો
- પરીત ધામેલીયા નામનો આરોપી CCTV હેક કરતો હતો
- મહારાષ્ટ્રથી રાયન પરેરા અને વૈભવ બંડુ નામના આરોપી ઝડપાયા
- છેલ્લા 9 માસમાં 50 હજારથી વધુ CCTV હેક કર્યા હતા
- સ્કુલ, કોલેજ, બેડરૂમ, પ્રાઇવેટ ઓફિસના CCTV ફૂટેજ હેક કરતા
રાજકોટની પાયલ હૉસ્પિટલ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમ દ્વારા વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક સુરતનો અને બે મહારાષ્ટ્રના હતા. આ મુદ્દે અગાઉ ત્રણ આરોપની ધરપકડ કરવામાં આવી હતી. કુલ મળીને અત્યાર સુધીમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
2 હેકરે 2 વર્ષ પહેલા ટેલીગ્રામ મારફતે હેક કરવાની સિસ્ટમ શીખ્યા હતા
મેટરનીટી હૉસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયૂબ અને ટેલીગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદા ધંધાનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર અને યુ.પી.ના ત્રણ સૂત્રધારને પકડી પાડયા હતા. રાજકોટ સહિત દેશની અનેક હૉસ્પિટલો અને મોલના સીસીટીવી વાઈફાઈ હેક કરીને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી લઈને યુ ટ્યૂબ કે ટેલીગ્રામ ઉપર વેચાણ માટે મૂકવામાં આવતા હતા.
રાયન પરેરા CCTV કેમેરા હેક કરી ટેલિગ્રામ I'D પર વેચાણ કર્યુ હતુ
અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.પી.ના પ્રયાગરાજનો રહીશ ચંદ્રપ્રકાશ ફુલચંદ યુ-ટ્યૂબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ્સ બનાવીને મહિલાઓના બિભત્સ સીસીટીવી ફૂટેજ વીડિયો રૂ. 800થી 4000 રૂપિયામાં વેચતા હતા. યુઝર આઈડી, પાસવર્ડ આપીને માનસિક વિકૃતિ સંતોષવાના નામે કરોડોની કમાણીનું નેટવર્ક ચલાવતા હતા. સીસીટીવી હેક કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ સામે આવી હતી. ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: ભાજપ સાંસદ પરશોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને નવસારી પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયાં


