Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ગુજરાતની "આંટીવાળી પાઘડી" PM મોદીને ભેટ આપશે, જાણો પાઘડીની ખાસિયતો

રાજકોટમાં ખાતે વડાપ્રધાન મોદીનાં ચાહકે મહાકાય પાઘડી બનાવી છે. પાંચ કારીગરો દ્વારા ભેગા મળી આ પાઘડી બનાવવામાં આવી છે. તેમજ PM મોદીને મહાકાય પાઘડી ભેટ આપવામાં આવશે.
rajkot  ગુજરાતની  આંટીવાળી પાઘડી  pm મોદીને ભેટ આપશે  જાણો પાઘડીની ખાસિયતો
Advertisement
  • રાજકોટમાં PM મોદીના ચાહકે બનાવી મહાકાય પાઘડી
  • PM મોદીને ધ્યાનમાં રાખીને બનાવી પાઘડી
  • PM મોદીની ઉમર 75 વર્ષ, 75 મીટર કાપડનો ઉપયોગ
  • 10 વર્ષનું શાસન, પાઘડીની પહોળાઇ 10 ફૂટ

રાજકોટ ખાતે રહેતા અને બજરંગવાડી વિસ્તારમાં સંજયરાજ પાઘડી નામની દુકાન ધરાવતા સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન માટે મહાકાય પાઘડી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનમાં રાખી આ પાઘડી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર 75 વર્ષ ચે તો 75 મીટર કાપડ વાપરવામાં આવ્યું છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વર્ષ પૂર્ણ કર્યા છે. જેથી 10 ફૂટ ગોળાઈ રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના 16 મા વડાપ્રધાન બન્યા 16 ઈંચ ઊંચાઈ રાખવામાં આવી છે.

Advertisement

મહાકાય પાઘડી તૈયાર કરતા 5 દિવસ લાગ્યા

તેમજ વર્ષ 2025 ચાલતુ હોવાથી મહાકાય પાઘડીનું વજન 25 કિલો રાખવામાં આવ્યું છે. આ મહાકાય પાઘડી તૈયાર કરતા 5 દિવસ જેટલો સમય લાગ્યો છે. સંજયભાઈ જેઠવા પોતે અને પોતાના 5 જેટલા કાગીગરોની મહેનત આ પાઘડી તૈયાર કરવામાં આવેલ છે. સંજયભાઈ રાજકોટ ભાગોળે આવેલ ઈશ્વરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે પાઘડી અને સાફો ચડાવે છે. મહાદેવ ભક્તિ સાથે સાથે વડાપ્રધાન માટે પાઘડી બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારે તેઓ દ્વારા અંતે આ ઈચ્છા પૂર્ણ કરી છે.

Advertisement

આ પણ વાંચોઃ વલસાડ : સેલવાસમાં બિલ્ડીંગ પરથી પટકાતા 11 વર્ષીય બાળકનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

મહાકાય પાઘડી વડાપ્રધાનને અર્પણ કરવાની ગણતરીઃ સંજયભાઈ

મહાકાય પાઘડીની ખાસિયતો બાબતે સંજયભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી ઈશ્વરીય મહાદેવ ખાતે સાફો અને પાઘડી ચડાવું છું. જે બાદ મને વિચાર આવ્યો કે, મારે હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાઘડી બનાવવી છે. આ પાઘડી બનાવ્યા બાદ મને ખૂબ જ આનંદ થયો છે. તેમજ આ મહાકાય પાઘડી વડાપ્રધાનને અર્પણ કરવાની ગણતરી છે. તેમજ આ પાઘડી બનાવતા મને પાંચ દિવસ જેટલો સમય લાગ્યો છે. તેમજ આ પાઘડીનું વજન 25 કિલો છે. આ પાઘડી ગુજરાતની આંટીવાળી પાઘડી કહેવામાં આવે છે. આ પાઘડીમાં 75 મીટર કાપડની આંટી મારી પાઘડી બનાવેલ છે.

આ પણ વાંચોઃ Narmada: જો ભાઈ....એ શર્મા....સભ્યતાથી વાત કર, ધારાસભ્ય ચૈતર વસાવા અને DySp વચ્ચે ઘર્ષણ

Tags :
Advertisement

.

×