Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાજ્યમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ મામલે ATS ની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત ATSએ રાજકોટમાં સફળ ઓપરેશન કરીને અલકાયદા(Al-Qaeda)ના આતંકવાદી (terrorists) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે. જેના અંગે પત્રકાર  પરિષદમાં ગુજરાત ATS એ જણાવ્યું કે, ગુજરાત ATSના DySPને બાતમી મળી હતી. જેમાં...
rajkot   રાજ્યમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ મામલે ats ની પ્રેસ કોન્ફરન્સ
Advertisement

ગુજરાત ATSએ રાજકોટમાં સફળ ઓપરેશન કરીને અલકાયદા(Al-Qaeda)ના આતંકવાદી (terrorists) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે. જેના અંગે પત્રકાર  પરિષદમાં ગુજરાત ATS એ જણાવ્યું કે, ગુજરાત ATSના DySPને બાતમી મળી હતી. જેમાં 3 આતંકીઓ રાજકોટમાં સોની બજારમાં કામ કરતા અને ત્યાંથી જ તેમની ધરપકડ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં રહેતા હોવાની બાતમી મળી હતીઃ એટીએસ

ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં એટીએસનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા.  ATS એ માહિતી આપતાં જણાવ્યું કે, અમન મલિક એક વર્ષથી વિદેશી હેન્ડલર્સ સાથે જોડાયેલો હતો. તેમજ બાંગ્લાદેશનાં અલકાયદાનાં હેન્ડલર્સ ફુરસંન સાથે જોડાયેલો હોવાની વિગતો મળી આવી છે. આ આતંકી સંગઠન ટેલીગ્રામના માધ્યમથી મુજમિલ સાથે સંપર્કમાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે.

Advertisement

અમન માલિક ટેલીગ્રામના માધ્યમથી કોન્ટેક કરતો

એટીએસ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમન મલિક તેમજ શેખ નવાજ સોની બજારમાં રહે છે. ત્યારે અમન મલિક ટેલીગ્રામનાં માધ્યમથી કોન્ટેક્ટ કરતો હતો. અલકાયદામાં બે એપની મદદથી જોડાયો હતો. અલકાયદામાં જોડાયા બાદ તેઓને સેમી ઓટોમેટીક હથિયાર મળ્યું હતું. ત્યારે હવે હથિયારનાં ઉપયોગને લઈને તેની તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે. આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. કન્વર્સેશન એપની મદદ લેવાતી હતી. તેમજ હથિયાર ક્યાંથી લીધુ તે માહિતી ગુપ્ત છે.

Advertisement

કેવી રીતે માહિતી સામે આવી ?

રાજકોટમાંથી ઝડપાયેલા આંતકીઓ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળ્યા છે. તેમજ 5 મોબાઈલમાંથી કટ્ટરપંથ બનાવવાનું મટીરીયલ મળી આવ્યું છે. આ ઉપરાંત તેઓ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોને જોડવાનો ઈરાદો રાખી રહ્યા હતા. તેમના મોબાઈલમાં ખુબ જ સંવેદનશીલ એપ્લિકેશન વાપરતા હતા. આ અંગે ફોરેન્સિક દ્વારા મોબાઈલની પણ તપાસ થશે. જેમાં આ હથિયાર તેમને કોની પાસેથી લીધું તે તપાસનો વિષય છે. તેમજ આર્થિક મદદ મળી હોય તેવું હજુ જાણવા મળ્યું હતું

આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે

આતંકીઓ સૌરાષ્ટ્રમાં શું કરવાનાં હતા. તેની માહિતી બાંગ્લાદેશથી મળવાની હતી. તેમજ પૈસાની કોઈ વિગતો મળી નથી. આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે. ત્યારે આ આતંકવાદીઓ કોના કોના સંપર્કમાં હતા તેની પૂછપરછ બાકી છે. તેમજ લોકલ હેન્ડરલ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવનાર છે. સોનાનાં કારીગર તરીકે ત્રણેય કામ કરતા હતા. એક વર્ષ પહેલાની તેઓની ગતિવિધિઓની તપાસ બાકી છે. તેમજ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા અંગેની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ  વાંચો -રાજકોટમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન, અલકાયદાના 3 આતંકી ઝડપાયા

Tags :
Advertisement

.

×