Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : બેફામ આવતા ફોર્ચ્યુનર કારચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા, 5 થી વધુને ઇજા

Rajkot કાલાવડ રોડ પાસે બની અકસ્માતની ઘટના દિવાળીનાં મોડી રાતે કારચાલકે 8 થી 9 વાહનો અડફેટે લીધા અકસ્માતમાં 6 થી વધુ ઈજાગ્રસ્ત, સદનસીબે કોઈ જાનહાની નહિ અકસ્માત સર્જનાર કારચાલક હિરેન પ્રસાદિયાની અટકાયત કરાઈ દિવાળીની (Diwali 2024) મોડી રાતે રાજકોટ...
rajkot   બેફામ આવતા ફોર્ચ્યુનર કારચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા  5 થી વધુને ઇજા
Advertisement
  1. Rajkot કાલાવડ રોડ પાસે બની અકસ્માતની ઘટના
  2. દિવાળીનાં મોડી રાતે કારચાલકે 8 થી 9 વાહનો અડફેટે લીધા
  3. અકસ્માતમાં 6 થી વધુ ઈજાગ્રસ્ત, સદનસીબે કોઈ જાનહાની નહિ
  4. અકસ્માત સર્જનાર કારચાલક હિરેન પ્રસાદિયાની અટકાયત કરાઈ

દિવાળીની (Diwali 2024) મોડી રાતે રાજકોટ શહેરમાં (Rajkot) કાલાવડ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્લેક કલરની ફોર્ચ્યુનરનાં ચાલકે બેફામ કાર હંકારી અકસ્માત સર્જી 8 થી 9 વાહનોને હડેફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 થી 6 લોકોને ઇજા પહોંચી હતી અને 9 જેટલા વાહનોમાં નુકસાન થયું હતું. કારચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા હોવાથી હાલ માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લિનચીટ!

Advertisement

Advertisement

દિવાળીની મોડી રાતે કાલાવડ રોડ પર ગોઝારો અકસ્માત

દિવાળીની મોડી રાતે રાજકોટમાં (Rajkot) કાલાવડ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એક બ્લેક કલરની ફોર્ચ્યુનર કારનાં ચાલકે બેફામ રીતે કાર હંકારીને 8 થી 9 વાહનોને હડેફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 થી 6 લોકોને ઇજા પહોંચી હતી અને 9 જેટલા વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે મોડી રાતે લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદમાં, 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું કરશે શુભારંભ!

કારચાલક નશામાં હોવાની ચર્ચા, પોલીસે અટકાયત કરી

આ સમગ્ર ઘટનાની જાણ થતાં ACP, DCP સહિતનો પોલીસ (Rajkot Police) કાફલો ઘટના સ્થળ તેમ જ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં માલૂમ થયું છે કે, અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનરનાં ચાલકનું નામ હિરેન પ્રસાદિયા છે. હિરેન નશાની હાલતમાં હોવાની ચર્ચા હોવાથી હાલ માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત લોકોનાં સગા અને નજરે જોનાર વ્યક્તિઓએ આવા નબીરાઓ સામે સખ્ત કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચો - Ahmedabad : જટીલ સર્જરી કરી દિવાળીનાં દિવસે માસૂમનાં ચહેરા પર સ્મિત લાવતા Civil Hospital નાં તબીબો!

Tags :
Advertisement

.

×