Rajkot: રૂરલ LCB એ જુગારધામ ઝડપ્યું, કમઢિયા ભુવા તરીકે ઓળખાતા પ્રખ્યાત ભુવાની ધરપકડ
- રાજકોટના લોધીકાના રાવકી ગામે જુગારધામ ઝડપાયું
- જુગારીઓ પાસેથી કુલ 16.35 લાખનો મુદ્દામાલ ઝડપાયો
- કમઢિયા ભુવા તરીકે ઓળખાતા ધવલ ભુવાની ધરપકડ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલ રાવકી ગામ ખાતેથી જુગાર રમતા 8 જેટલા જુગારીઓને રાજકોટ રુરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દબોચ્યા છે. આ જુગારીઓમાં કમઢિયા ભુવા તરીકે ઓળખાતો પ્રખ્યાત ભુવો પણ ઝડપાયો છે. કમઢિયા ભુવા તરીકે ઓળખાતા ધવલ ભુવા સહિત 7 જુગારીઓને રૂરલ LCB એ દબોચ્યા છે. જુગારીઓ પાસેથી કુલ 16.35 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.
પકડાયેલા આરોપીઓની વિગત
1) ખોડાભાઈ ઉર્ફે ખોડીદાસભાઈ બાબુભાઈ ફાચરા ઉવ.40 રહે.રાવકી તા.લોધીકા
2) ધવલભાઈ ઘુસાભાઈ સખીયા ઉવ.37 રહે.સાધુવાસવણી રોડ આસોપાલવ પાર્ક અતુલ્યમ ગોલ્ડ રાજકોટ
3) ભુપેન્દ્રસિંહ ઉર્ફે રવુભા ભોજુભા જાડેજા ઉવ.57 રહે.રાવકી તા.લોધીકા
4) દિનેશભાઈ પુનાભાઈ પાનસુરીયા ઉવ.43 રહે.મંગલમ પાર્ક મવડી ગામ રાજકોટ મુળ ગામ રાવકી તા.લોધીકા
5) ગૌતમભાઈ વિનુભાઈ લંગાળીયા ઉવ.27 રહે.ઉમીયા ચોક રાધે હોટલ જલજીત શેરી નં.9 મંદીરની બાજુમાં રાજકોટ મુળ ગામ ગઢળીયા તા.બોટાદ
6) ધવલભાઈ મનજીભાઈ ગેડીયા ઉવ.27 રહે.શ્રી પેલેસ બાપા સિતારામ ચોક રાજકોટ મુળ ગામ કમઢીયા તા.ગોંડલ
7) કાનજીભાઈ કાળુભાઈ બાંભવા ઉવ.32 રહે.રૈયા ગામ, શેરી નં.4 રાજકોટ
ભુવાજી સહિત 7 જુગાર રમતા ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય LCB પીઆઇ વી.વી.ઓડેદરા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં ખોડા બાબુભાઈ ફાચરાની વાડીના મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી ચોક્કસ બાતમી મળતા સ્થળ પર દરોડો પાડી પોલીસ દ્વારા કુલ 7 લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે સૌરાષ્ટ્રમાં જાણીતા અને ભુવાજી તરીકે ઓળખાતા ધવલ ગેડીયા સહિતના સાત શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ પુછપરછમાં જુગાર રમતા આરોપીઓએ પોતાના નામ ખોડા ઉર્ફે ખોડીદાસ બાબુ ફાચરા, ધવલ ઘુસા સખીયા, ભુપેન્દ્રસિંહ ઉર્ફે રવુભા ભોજુભા જાડેજા, દિનેશ પુના પાનસુરીયા, ગૌતમ વિનુ લંગાળીયા, ધવલ મનજી ગેડીયા (ભુવાજી) અને કાનજી કાળુ બાંભવા જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 3.30 લાખ તેમજ 1.55 લાખના 9 મોબાઈલ અને 11.50 લાખના 3 વાહન મળી કુલ રૂ.16,35,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Mahisagar: લુણાવાડા ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા પર હુમલો


