ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : શાળાનાં પ્રવાસે બસનો અકસ્માત, ડ્રાઇવર નશામાં ધૂત હોવાનો આરોપ

પ્રવાસ દરમિયાન ડ્રાઇવર દ્વારા નશાની હાલતમાં બસ હંકારીને અકસ્માત સર્જ્યો હોવાનો દાવો વાલીઓએ કર્યો છે.
10:42 AM Feb 09, 2025 IST | Vipul Sen
પ્રવાસ દરમિયાન ડ્રાઇવર દ્વારા નશાની હાલતમાં બસ હંકારીને અકસ્માત સર્જ્યો હોવાનો દાવો વાલીઓએ કર્યો છે.
Rajkot_Gujarat_first
  1. Rajkot માં માસૂમ શાળા સંચાલકોની ગંભીર બેદરકારી!
  2. રાજકોટમાં શાળાનાં પ્રવાસે ગયેલી બસનો અકસ્માત
  3. વિદ્યાર્થીઓને ધારી પ્રવાસ માટે લઈ ગયા હતા
  4. ડ્રાઈવરે નશાની હાલતમાં બસ ચલાવી હોવાનો દાવો

રાજકોટમાં (Rajkot) માસૂમ શાળા સંચાલકોની ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. શાળા દ્વારા વિદ્યાર્થી માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, પ્રવાસ દરમિયાન ડ્રાઇવર દ્વારા નશાની હાલતમાં બસ હંકારીને અકસ્માત સર્જ્યો હોવાનો દાવો વાલીઓએ કર્યો છે. અકસ્માત સમયે ધો. 6 અને 7 નાં વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ વાલીઓએ રોષ વ્યક્ત કરી ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh: વંથલીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, સાંસદ મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત

ધારી ખાતે પ્રવાસ દરમિયાન સર્જાયો અકસ્માત

માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) આવેલી માસૂમ સ્કૂલ (Masoom School) દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, અકસ્માતની ઘટના બની હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યા અનુસાર, એક બસમાં ધોરણ 6 અને 7 નાં વિદ્યાર્થીઓ સવાર હતા. ધારી ખાતે ગયેલ પ્રવાસ દરમિયાન બસનાં ડ્રાઇવરે મંદિરની દિવાલ સાથે બસ અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો.

આ પણ વાંચો - Jetpur: છૂટાછેડાનો ખાર રાખી સાઢુભાઇ ઉપર પાવડા વડે હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

અકસ્માત સમયે બસનો ડ્રાઇવ દારૂ પીધેલી હાલતમાં હોવાનો આરોપ

વાલીઓ અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે અકસ્માત સમયે બસનો ડ્રાઇવ દારૂ પીધેલી હાલતમાં હતો. નશામાં ધૂત બસ ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હતો. જો કે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ વાલીઓએ શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓની ફરિયાદ બાદ આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: ધોળકા તાલુકામાં ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરી વૃદ્ધાની કરપીણ હત્યા

Tags :
DhariGujarat FirstGUJARAT FIRST NEWSLatest Gujarati NewsMasoom SchoolRAJKOTRaod AccidentSchool Bus DriverSchool TripTop Gujarati New
Next Article