Rajkot : મારવાડી યુનિ.માં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ પર નશા-દેહવેપારનો ગંભીર આરોપ
- રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો (Rajkot)
- મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં રૂમ ભાડે રાખીને રહે છે વિદ્યાર્થીઓ
- ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને થઈ હતી બબાલ
- વિદ્યાર્થીઓ નશો અને દેહવેપાર કરતા હોવાનો ગામનાં લોકોનો આક્ષેપ
Rajkot : રાજકોટમાં ફરી એકવાર વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો છે. મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં (Ratanpar) મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓએ (African Students) ગઈકાલે ભારે હોબાળો મચાવ્યો હતો. ગામમાં રૂમ ભાડે રાખીને રહેતા વિદ્યાર્થીઓ નશો અને દેહવ્યાપાર કરતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે. નિવૃત આર્મીનાં જવાનો અને ગ્રામજનો સાથે આફ્રિકન વિધાર્થીઓએ માથાકૂટ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો - Amit Khunt Case : ચકચારી અમિત ખૂંટ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને કોર્ટથી મોટો ઝટકો!
ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને થઈ હતી બબાલ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં (Rajkot) મોરબી રોડ પર આવેલા રતનપર ગામ ખાતે રૂમ ભાડે રાખીને રહેતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. મારવાડી યુનિવર્સિટીનાં (Marwadi University) આફ્રિકન વિધાર્થીઓ દ્વારા ગઈકાલે રતનપરના ગ્રામજનો સાથે માથાકૂટ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મહિતી મુજબ, આ અંગે ફરિયાદ કરવા માટે રતનપર ગામનાં લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ગ્રામજનોનો આરોપ છે કે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી આફ્રિકન વિધાર્થીઓ રતનપર ગામમાં લોકો સાથે માથાકૂટ કરે છે. આ વિદેશી વિધાર્થીઓ ખુલ્લેઆમ નશા અને દેહવ્યાપારનો ધંધો કરે છે. પોલીસ અને તંત્રને અંગે ખબર હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી.
Rajkot : આફ્રિકન વિદ્યાર્થીઓએ મચાવ્યો હંગામો । Gujarat First
રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ આવ્યો સામે
મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં મચાવ્યો હંગામો
ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને થઈ બબાલ
મારવાડી કોલેજમાં આફ્રિકન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
રતનપર… pic.twitter.com/0Nkyj1PxMB— Gujarat First (@GujaratFirst) July 16, 2025
આ પણ વાંચો - Mahesana : 138 શિક્ષકોના CCC સર્ટીફિકેટ શંકાસ્પદ, ઓનલાઈન વેરીફિકેશનમાં ઘટસ્ફોટ
વિદ્યાર્થીઓ નશો અને દેહવ્યાપાર કરતા હોવાનો ગામનાં લોકોનો આક્ષેપ
ગામનો લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે, જો ગ્રામજનો વિદેશી વિદ્યાર્થીઓને નશા કરતા તેમ જ દેહવ્યાપાર કરતા ટોકે તો તેમની સાથે માથાકૂટ કરી અને પોલીસને હાથો બનાવે છે. કોંગ્રેસ (Congress) પ્રવક્તા અને વિધાર્થી નેતા રોહિત રાજપૂતે આરોપો સાથે જણાવ્યું કે, અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિદેશી વિધાર્થીઓનાં કારણે વિવાદમાં આવી ચૂકી છે. વિદેશી વિધાર્થીઓ અહીંયા રાજકોટની (Rajkot) હોટેલોમાં, એપ્લિકેશન તેમ જ વૉટ્સએપ, ટેલિગ્રામ મારફતે દેહવ્યાપાર કરે છે. જો મારવાડી યુનિવર્સિટી વિદેશી વિધાર્થીઓને રાખવા જ માંગતી હોય તો કેમ્પસમાં જ વ્યવસ્થાઓ કરે નહીંતર આગામી સમયમાં કોંગ્રેસ આનો ઉગ્ર વિરોધ કરશે અને આંદોલન કરશે. આ સાથે જ તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
આ પણ વાંચો - Gujarat News: ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાનું આહવાન


