Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ, પીડિત યુવતીએ વર્ણવી આપવીતી!

પીડિતાએ પોલીસ વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપ કર્યા છે.
rajkot   ક્રિકેટર cheteshwar pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ  પીડિત યુવતીએ વર્ણવી આપવીતી
Advertisement
  1. ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ
  2. પીડિત મહિલાએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાનો કર્યો આક્ષેપ
  3. 2014 માં ફેસબુકનાં માધ્યમથી કોન્ટેક્ટ કર્યો હતો : પીડિતા

Rajkot : ભારતીય ક્રિકેટ ટીમનાં (Indian Cricket Team) જાણીતા ખેલાડી ચેતેશ્વર પુજારાના (Cheteshwar Pujara) સાળા વિરુદ્ધ દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધનો ગંભીર આરોપ લાગ્યો છે. ક્રિકેટરનાં સાળાએ પીડિત યુવતી પર અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ થયો છે. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 7 દિવસથી પોલીસ ધક્કા ખવડાવે છે પણ ફરિયાદ લેતી નથી. સાથે જ મીડિયા પાસે ન જવા માટે પણ પોલીસે દબાણ કર્યું હતું.

આ પણ વાંચો - Bopal Accident Case માં મોટી કાર્યવાહી, બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

Advertisement

Advertisement

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ

ભારતીય ક્રિકેટ ટીમમાં જાણીતું નામ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) તેની બેટિંગનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. પરંતુ, આ વખતે ખેલાડી અન્ય કારણોસર ચર્ચામાં છે. ક્રિકેટરના સાળા વિરુદ્ધ એક યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, ચેતેશ્વર પુજારાનો સાળો જીત રસિકભાઈ પાબારી (Jeet Pabari) વર્ષ 2014 માં ફેસબુકનાં માધ્યમથી મારી સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ જીત પાબારીએ જાન્યુઆરી, 2022 માં મારી સાથે સગાઇ કરી હતી. પરંતુ, ગત 13 તારીખે તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, મને જીત પાબારી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું અને સગાઈ બાદ મને માર પણ માર્યો હતો.

આ પણ વાંચો - પરીક્ષા પદ્ધતિમાં બદલાવ અંગે GPSC ચેરમેન હસમુખ પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું ?

છેલ્લા 7 દિવસથી પોલીસ ધક્કા ખવડાવે છે : પીડિતા

પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, ચેતેશ્વર પુજારા મારા ઘરે ધમકી આપવા પણ આવ્યા હતા. પીડિતાએ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા 7 દિવસથી પોલીસ ધક્કા ખવડાવે છે. ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સેલિબ્રિટી છે એટલે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. પીડિતાએ કહ્યું કે, પોલીસે ફરિયાદ તો લેતી નથી પરંતુ, મીડિયા પાસે ન જવા માટે પણ અમારા પર દબાણ કરે છે. આ સાથે પીડિતાએ ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચો - Patan : નકલી હોસ્પિટલ ખોલી બાળક વેચવાનાં કૌભાંડમાં બોગસ ડોક્ટર પર કોર્ટનો કોરડો!

Tags :
Advertisement

.

×