Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ધો.12 ની વિદ્યાર્થિનીને કચ્છનાં યુવક સાથે પ્રેમ થયો, પરિવારે ઠપકો આપ્યો તો મોત વ્હાલું કર્યું!

ધોરણ 12 માં અભ્યાસ કરતી યુવતીને સોશિયલ મીડિયા પર કચ્છનાં યુવક સાથે પરિચય થતાં મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.
rajkot   ધો 12 ની વિદ્યાર્થિનીને કચ્છનાં યુવક સાથે પ્રેમ થયો  પરિવારે ઠપકો આપ્યો તો મોત વ્હાલું કર્યું
Advertisement
  1. Rajkot માં ધોરણ-12 ની વિદ્યાર્થિનીનો આપઘાત
  2. વિદ્યાર્થિનીએ ઘરે જ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
  3. પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ
  4. પરિજનોએ પ્રેમ સંબંધ તોડવાનું કહેતા પગલું ભર્યું હોવાનો અહેવાલ

રાજકોટમાં (Rajkot) વધુ એક વિદ્યાર્થિનીએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર ધોરણ 12 માં અભ્યાસ કરતી યુવતીને સોશિયલ મીડિયા પર કચ્છનાં (Kutch) યુવક સાથે પરિચય થતાં મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં વિદ્યાર્થિનીને ઠપકો આવ્યો હતો. મનમાં લાગી આવતા વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : સાંસદ મનસુખ વસાવાનો CM ને પત્ર, પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ

Advertisement

વિદ્યાર્થિનીને સો. મીડિયા પર કચ્છનાં યુવક સાથે પરિચય થયો હતો

પોલીસની માહિતી અનુસાર, રાજકોટનાં (Rajkot) કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના ક્વાટરમાં જલસારાણી પરીછા પરિવાર સાથે રહેતી હતી. જલસારાણી ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તારણ મુજબ, જલસારાણીને સોશિયલ મીડિયા થકી કચ્છનાં એક યુવક સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ત્યાર બાદ મિત્રતા થઈ હતી. થોડા સમય બાદ બંનેની મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.

આ પણ વાંચો - Surat : લસકાણામાં Hit and Run નો મામલો, મુખ્ય આરોપી સહિત 3 હાલ પણ ફરાર

પરિવારજનોએ પ્રેમ સંબંધ તોડવાનું કહેતા જીવન ટુંકાવ્યું!

આ અંગે પરિવારજનોને જાણ થતાં વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો અને પ્રેમસંબંધ તોડી યુવકથી વાતચીત ન કરવાનું અને તેનાથી દૂર રહેવાનું કહ્યું હતું. આ વાતનું મનમાં લાગી આવતા વિદ્યાર્થિનીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનાં પ્રાથમિક તારણ છે. આ મામલે સ્થાનિક પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : શાળાનાં પ્રવાસે બસનો અકસ્માત, ડ્રાઇવર નશામાં ધૂત હોવાનો આરોપ

Tags :
Advertisement

.

×