ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot Accident : 150 ફૂટ રીંગ રોડ પર કન્ટેનર પલટી મારતા બે લોકોના ઘટના સ્થળે જ મોત

Rajkot Accident :150 ફૂટ રીંગ રોડ પર ભયાનક અકસ્માત : બે લોકોના ઘટનાસ્થળે જ મોત
09:15 PM Sep 17, 2025 IST | Mujahid Tunvar
Rajkot Accident :150 ફૂટ રીંગ રોડ પર ભયાનક અકસ્માત : બે લોકોના ઘટનાસ્થળે જ મોત

Rajkot Accident : રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આજે (17 સપ્ટેમ્બર, 2025) સવારે એક મોટું કન્ટેનર પલટી મારી ગયું હતું. આ અકસ્માત કારણે કન્ટેનરમાં સવાર બે લોકોના મોત થયા છે. આ ઘટના રીંગ રોડ પરના વ્યસ્ત વિસ્તારમાં બની છે. જ્યાં કન્ટેનરની ઝડપને કારણે તે પલટાઈ ગયું છે. હાલ પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ટીમો બચાવ કામગીરી હાથ ધરી છે, અને ઘટનાસ્થળે ટ્રાફિક જામ થયું છે.

Rajkot Accident : કન્ટેનર પલટાથી 2ના મોત  

ઘટના સવારે લગભગ 8 વાગ્યે બની હતી. જ્યારે કન્ટેનર રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ, કન્ટેનરના ચાલક અને સહચાલક કન્ટેનરમાં સવાર હતા. આ અકસ્માત દરમિયાન તેમને કંઈ બચવાની તક મળી નહતી. અકસ્માત બાદ બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયાની પુષ્ટી કરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. કન્ટેનરમાં માલ હતો કે નહીં તેની વિગતો હજુ સ્પષ્ટ નથી, પરંતુ અકસ્માતથી રસ્તા ઉપર ભારે ટ્રાફિક લાગી ગયો હતો.

આ પણ વાંચો- દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લોન્ચ, 460 ચાર્જિંગ સ્ટેશન, નોકરીઓનું થશે સર્જન

પોલીસ-ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓએ કન્ટેનરને ઊભું કરવા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે રોડ પર વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી પરંતુ વ્યસ્ત વિસ્તાર હોવાથી ટ્રાફિક જામ થયો છે. પોલીસે અકસ્માતનું કારણ તપાસવા માટે ટીમ તૈનાત કરી છે, અને કન્ટેનર ચાલકની લાપરવાહીની શક્યતા છે.

150 ફૂટ રીંગ રોડ પર વધતા અકસ્માતો

આ ઘટના રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર વધતા અકસ્માતોને લઈને પ્રશ્ન ઉભા થયા છે, જ્યાં વ્યસ્ત ટ્રાફિક અને વાહનોની ઝડપને કારણે જોખમ વધે છે. તાજેતરમાં અહીં બસ અને અન્ય વાહનોના અકસ્માતો થયા છે, જેમાં મોત થયા છે. સ્થાનિકો અને પોલીસે રોડ સુરક્ષા માટે વધુ પગલાંની માંગ કરી છે.

આ પણ વાંચો- Surendranagar : SOG પોલીસે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો 

Tags :
#150FootRingRoad#RajkotContainerAccident#TwoDeathsGujaratFirstGujaratiNews
Next Article