Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક મામલે યુવરાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ!

યુવરાજસિંહે સવાલ કરી કેમેસ્ટ્રી વિભાગમાં PH કેટેગરીમાં રંજન ખૂંટની (Ranjan Khunt) નિમણૂકને ખોટી ગણાવી છે.
rajkot   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક મામલે યુવરાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ
Advertisement
  1. Rajkot ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂંકનો વિવાદ
  2. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા ગંભીર આક્ષેપ
  3. સૌરાષ્ટ્ર યુનિ.ને યુવરાજસિંહે ગણાવી 'ગોઠવણ યુનિવર્સિટી'
  4. કેમેસ્ટ્રી વિભાગમાં PH કેટેગરીમાં રંજન ખૂંટની નિમણૂક ગણાવી ખોટી

Rajkot : જૂની અને જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) નિમણૂક વિવાદ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ગંભીર આક્ષેપ કર્યા છે. આરોપ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યુવરાજસિંહે ગણાવી 'ગોઠવણ યુનિવર્સિટી' ગણાવી છે. યુવરાજસિંહે કેમેસ્ટ્રી વિભાગમાં PH કેટેગરીમાં રંજન ખૂંટની નિમણૂકને ખોટી ગણાવી છે. આ સાથે આ મામલે યોગ્ય તપાસની માગ પણ કરી છે.

આ પણ વાંચો - ભાવનગરના Panwadi માં વ્યસન મુક્તિના સંદેશ સાથે તૈયાર કરાયો અનોખો પંડાલ

Advertisement

Advertisement

Rajkot ની સૌરાષ્ટ્ર યુનિ.માં નિમણૂંકનો વિવાદ, યુવરાજસિંહ જાડેજાનાં ગંભીર આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) ફરી એકવાર રાજ્યનાં શિક્ષણ માળખામાં ગેરરીતિઓ થતી હોવાનો ગંભીર આરોપ કર્યો છે. તેમણે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી આ વખતે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક સામે ગંભીર આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે આરોપ લગાવી સૌરાષ્ટ્ર યુનિ.ને 'ગોઠવણ યુનિવર્સિટી' ગણાવી દીધી છે. યુવરાજસિંહે સવાલ કરી કેમેસ્ટ્રી વિભાગમાં PH કેટેગરીમાં રંજન ખૂંટની (Ranjan Khunt) નિમણૂકને ખોટી ગણાવી છે.

આ પણ વાંચો - અમદાવાદ : Seventh Day School માં વિદ્યાર્થીની હત્યાના મામલે હાઈકોર્ટમાં અરજી, 9 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

ડૉ. તરલિકા ઝાલાવડીયાને HOD બનાવવા મુદ્દે પણ કર્યા સવાલ

યુવરાજસિંહ જાડેજાએ વર્ષ 2014, 2019 અને 2025 માં એક જ વિભાગમાં નિમણૂકથી ગોઠવણનો આરોપ કર્યો છે. ડૉ. તરલિકા ઝાલાવડીયાને HOD બનાવવા મુદ્દે પણ યુવરાજસિંહે સવાલો ઊભા કર્યા છે. સાથે જ કુલપતિના પત્નીની મિત્રતાનો લાભ લેતા હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે. પોસ્ટ કરી લખ્યું કે, 'આવી યુનિવર્સિટીઓ શિક્ષણના ધામ નથી પણ ડિગ્રી પ્રિન્ટિંગ પ્રેસ છે.' આ મામલે યોગ્ય તપાસની માગ પણ કરી છે.

આ પણ વાંચો - Chaitar Vasava : પોલીસ જાપ્તા વિના વિધાનસભા સત્રમાં હાજર રહેવા ચૈતર વસાવાને છૂટ!

Tags :
Advertisement

.

×