ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તારીખ પે તારીખ - રાજકુમાર સંતોષીની મુશ્કેલીમાં થયો વધારો, 2 વર્ષની સજા સામેની અરજી Jamnagar કોર્ટે ફગાવી

બોલિવૂડની દામિની, ઘાતક અને ઘાયલ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષી Jamnagar કોર્ટમાં પોતાને સંભળાવેલી બે વર્ષની સજાને રદ્દ કરાવવા માટે અરજી કરી હતી. જોકે, જામનગર કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે, રૂ. 1 કરોડના ચેક રિટર્ન કેસમાં અગાઉ જામનગર કોર્ટે ફિલ્મ નિર્માતાને બે વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત, 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.
04:31 PM Oct 15, 2025 IST | Mujahid Tunvar
બોલિવૂડની દામિની, ઘાતક અને ઘાયલ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષી Jamnagar કોર્ટમાં પોતાને સંભળાવેલી બે વર્ષની સજાને રદ્દ કરાવવા માટે અરજી કરી હતી. જોકે, જામનગર કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે, રૂ. 1 કરોડના ચેક રિટર્ન કેસમાં અગાઉ જામનગર કોર્ટે ફિલ્મ નિર્માતાને બે વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત, 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.

Jamnagar : બોલીવુડના (Bollywood) જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ( Rajkumar Santoshi ) જામનગર કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. રાજકુમારની 2 વર્ષની સજા સામેની અપીલને જામનગર કોર્ટે ફગાવી દીધી છે. એક કરોડ ઉપરાંતના ચેક રિટર્નના કેસમાં અગાઉ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને લઈ ઉપલી કોર્ટમાં ફિલ્મ નિર્માતાએ અપીલ કરી હતી. આ કેસ મામલે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી જામનગર કોર્ટ (Jamnagar court)ના પણ અનેક આંટાફેરા ખાઈ ચૂક્યા છે. આ પહેલા કોર્ટે તેમને શરતી જામીન આપતી વખતે કેસની 20 ટકા રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.

જણાવી દઈએ કે, જામનગરના ઉદ્યોગપતિને રૂપિયા પરત ન આપવાને લઈને રાજકુમાર સંતોષી પર અલગ-અલગ ફરિયાદો થઈ હતી. આ ફરિયાદોની સૂનાવણી કરીને જામનગર કોર્ટે રાજકુમારને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. આ સજા સામે રાજકુમારે સેશન્સ કોર્ટમાં પણ કરી કરી હતી. પરંતુ ત્યાં પણ તેમને રાહત મળી નહતી. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, સેશન્સ કોર્ટમાં રાહત ન મળતા હવે રાજકુમાર સંતોષી વડી અદાલતમાં અરજી કરી શકે છે.

આ પણ વાંચો- NDAમાં સીટ વિવાદ ચરમ પર! JDU એ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી

1993માં રાજકુમાર સંતોષીએ સન્ની દેઓલ સાથે એક ફિલ્મ કરી હતી. આ ફિલ્મનું નામ દામિની હતી. આ ફિલ્મનો એક ડાયલોગ તારીખ પે તારીખ ખુબ જ ફેમસ થયો હતો. "તારીખ પે તારીખ" સંવાદ સની દેઓલની ફિલ્મ "દામિની" ની એક પ્રખ્યાત અને શક્તિશાળી પંક્તિ છે, જેમાં તે ન્યાયતંત્રમાં વારંવાર મુલતવી રાખવાની સંસ્કૃતિ પ્રત્યે પોતાનો ગુસ્સો અને હતાશા વ્યક્ત કરે છે. આ સંવાદમાં જણાવાયું છે કે લોકોને ન્યાય મળી રહ્યો નથી, પરંતુ ફક્ત વારંવાર તારીખો આપવામાં આવી રહી છે, જે નબળા અને પીડિતોની મુશ્કેલીઓમાં વધારો કરે છે.

તો 33 વર્ષ પછી રાજકુમાર સંતોષી પોતે જ કોર્ટરૂમના ચક્કરમાં ફસાયા છે. તેઓ પણ પાછલા ઘણા સમયથી જામનગર કોર્ટની તારીખ પે તારીખ ભરી રહ્યાં છે. પરંતુ એક વાત તો નક્કી છે કે, તેમના સામે ફરિયાદ કરનારાઓ પાસે નક્કર પૂરાવા છે અને તેના આધારે જ કોર્ટે તેમને દોષી સાબિત કરીને સજા સંભળાવી હતી. જોકે, તે છતાં પણ કોર્ટે તેમને કેટલીક ફિ ઉપર જામીન આપીને તેમની મુશ્કેલીને ઓછી કરી હતી.

આ પણ વાંચો-જૈસલમેર-જોધપુર હાઇવે પર ભયંકર બસ દુર્ઘટના! 21 યાત્રીઓના કરુણ મોત

Tags :
#HighCourtAppeal#JamnagarCourt#LegalCaseBollywoodNewsChequeBounceFilmIndustryJamnagarRajkumarSantoshi
Next Article