Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajya Sabha : ખડગેએ પૂછ્યું 'શું અમે આતંકવાદી છીએ?', નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો

Rajya Sabha: સંસદના ચોમાસુ સત્રમાં આજે રાજ્યસભામાં શાસક ( Rajya Sabha)અને વિપક્ષી પક્ષો વચ્ચે સુરક્ષાને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહના નેતા જેપી નડ્ડાએ (JP Nadda )દરમિયાનગીરી કરતા કહ્યું, 'હું 40 વર્ષથી વિપક્ષમાં બેઠો છું, ગૃહ કેવી રીતે ચાલે છે...
rajya sabha   ખડગેએ પૂછ્યું  શું અમે આતંકવાદી છીએ    નડ્ડાનો જવાબ  મારી પાસેથી ટ્યુશન લઈ લો
Advertisement

Rajya Sabha: સંસદના ચોમાસુ સત્રમાં આજે રાજ્યસભામાં શાસક ( Rajya Sabha)અને વિપક્ષી પક્ષો વચ્ચે સુરક્ષાને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહના નેતા જેપી નડ્ડાએ (JP Nadda )દરમિયાનગીરી કરતા કહ્યું, 'હું 40 વર્ષથી વિપક્ષમાં બેઠો છું, ગૃહ કેવી રીતે ચાલે છે તે અંગે મારી પાસેથી ટ્યુશન લો.' તેમનું નિવેદન વિપક્ષ પર સીધો હુમલો હતો, જેમાં તેમણે વિપક્ષની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષના નારા લગાવવા પર ભાજપના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, 'જ્યારે સત્ય સાંભળવાની તાકાત ન હોય ત્યારે આવું થાય છે. કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી એ અલોકતાંત્રિક છે.'

ગૃહમાં કઈ બાબત પર થયો હોબાળો?

વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે(Kharge), કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યસભાના ઉપસભાપતિ અને ગૃહના નેતા જેપી નડ્ડા વચ્ચે ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે ખડગેએ ગૃહમાં CISFની તૈનાતી અંગે પ્રશ્ન ઉઠાવ્યો. ખડગેએ પૂછ્યું, શું અમિત શાહ આ ગૃહ ચલાવી રહ્યા છે કે તમે?' વિરોધ કરવાનો અમારો અધિકાર છે, કોઈને તેની સામે કેમ વાંધો હશે. જો તમે CISF લાવો છો, તો શું અમે આતંકવાદી છીએ? તમે પોલીસ અને સૈન્ય લાવીને ગૃહ ચલાવવા માંગો છો. આ દરમિયાન ખડગેએ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગૃહમાં વિરોધ પ્રદર્શન લોકશાહીનો એક ભાગ છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણીપંચનો આદેશ

નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો

મલ્લિકાર્જુન ખડગેએ જે અરુણ જેટલીનો ઉલ્લેખ કર્યો છે, તેના પર જે.પી. નડ્ડાએ કહ્યું કે, 'ડિસ્ટર્બન્સ (વિક્ષેપ) કરવાના બીજા પણ ઘણા રસ્તા છે, એટલે તમારે અમારી પાસેથી ટ્યુશન લેવું જોઈએ. જો તમે લાકડી ઉછાળો અને તે લાકડી મારી નાક પર વાગે તો તમારી લોકશાહી ત્યાં જ ખતમ થઈ જાય છે. તેથી, વિપક્ષની લોકશાહી ત્યાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે તમે તમારી જગ્યા છોડીને કોઈની પાસે આવીને સૂત્રોચ્ચાર કરો છો અને જે બોલી રહ્યો છે, તેને રોકો છો. આવું કરવું એ લોકશાહીનો ભાગ નથી.

આ પણ  વાંચો -Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો,ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા

સંસદમાં હોબાળા બાદ  ડેપ્યુટી સ્પીકરે શું કહ્યું

ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે આ સત્રમાં અત્યાર સુધીમાં, હોબાળા અને મડાગાંઠને કારણે ગૃહનો 41 કલાક અને 11 મિનિટનો સમય બગાડવામાં આવ્યો છે. ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે આજે નિયમ 267 હેઠળ વિપક્ષ દ્વારા 34 નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ નિયમ હેઠળ નહોતી, તેથી તેને ફગાવી દેવામાં આવી.

Tags :
Advertisement

.

×