ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shaktisinh : 'ખ્યાતિકાંડ'ની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય

અમદાવાદના 'ખ્યાતિકાંડ'ની સંસદમાં સંભળાશે ગૂંજ કોંગ્રેસ દેશની સંસદમાં ઉઠાવશે 'ખ્યાતિકાંડ'નો મુદ્દો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ચર્ચા માટે આપી નોટિસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને તપાસ સોંપાયઃ શક્તિસિંહ તંત્રની મિલિભગત વગર આવા કાંડ ન થઈ શકેઃ શક્તિસિંહ 'ખ્યાતિકાંડ'ના મૂળ સુધી તપાસ થાય...
03:02 PM Nov 20, 2024 IST | Vipul Pandya
અમદાવાદના 'ખ્યાતિકાંડ'ની સંસદમાં સંભળાશે ગૂંજ કોંગ્રેસ દેશની સંસદમાં ઉઠાવશે 'ખ્યાતિકાંડ'નો મુદ્દો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ચર્ચા માટે આપી નોટિસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને તપાસ સોંપાયઃ શક્તિસિંહ તંત્રની મિલિભગત વગર આવા કાંડ ન થઈ શકેઃ શક્તિસિંહ 'ખ્યાતિકાંડ'ના મૂળ સુધી તપાસ થાય...
Shaktisinh Gohil

Shaktisinh Gohil : અમદાવાદના 'ખ્યાતિકાંડ'ની સંસદમાં ગૂંજ સંભળાશે. કોંગ્રેસ દેશની સંસદમાં 'ખ્યાતિકાંડ'નો મુદ્દો ઉઠાવશે કારણ કે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ચર્ચા માટે નોટિસ આપી છે. શક્તિસિંહ ગોહિલે આજે કહ્યું કે તંત્રની મિલિભગત વગર આવા કાંડ ન થઈ શકે. તેમણે હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને તપાસ સોંપાય તેવી માગ કરી હતી.

'ખ્યાતિકાંડ'ના મૂળ સુધી તપાસ થાય તે જરૂરી

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તંત્રની મિલિભગત વગર આવા કાંડ ન થઈ શકે. તેમણે કહ્યું કે 'ખ્યાતિકાંડ'ના મૂળ સુધી તપાસ થાય તે જરૂરી છે.

આ પણ વાંચો---PMJAY માટે કડક SOP બનાવવા CMનો આદેશ

2022માં પણ ખ્યાતિ હોસ્પિટલમાં મોત થયું હતું

સાંસદ શક્તિસિંહ ગોહિલે એમ પણ કહ્યું કે 2022માં પણ ખ્યાતિ હોસ્પિટલમાં મોત થયું હતું અને જો 2022માં જ હોસ્પિટલની પરવાનગી રદ કરી હોત તો આ ન થયું હોત તેમ તેમણે કહ્યું હતું.

તપાસ હાઇકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચર્ચા માટે નોટિસ આપી છે અને તેમણે માગ પણ કરી હતી કે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય. તેમણે કહ્યું કે પ્રજાની તિજોરીનો એકપણ રૂપિયાનો દૂર ઉપયોગ ના થવો જોઈએ. ગુજરાતનો પહેલા દાખલો અપાતો હતો કે પ્રજાના ટેક્સનો યોગ્ય ઉપયોગ થાય છે પણ હવે ગુજરાત મોસ્ટ કરપ્ટેડ અને મોસ્ટ ડુપ્લીકેટ તરીકે ઓળખાય એ શરમજનક છે.

આ પણ વાંચો----Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ ક્યારે પકડાશે ? લોકોમાં અનેક સવાલ

Tags :
AhmedabadCongressHigh Court's sitting judge's committeeinquiryKhyati Hospital caseKhyati scandalMedical MafiaNotice of debate in ParliamentPMJAYRajya Sabha MP Shaktisinh GohilShaktisinh Gohil
Next Article