Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યસભામાં ધનખડ-ખડગે વચ્ચે જોરદાર ચર્ચા,જાણો શું કહ્યું

રાજ્યસભામાં ધનખડ-ખડગે વચ્ચે જોરદાર ચર્ચા વિપક્ષી દળોના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સમરાંગણ હું ખેડૂતનો પુત્ર છું, ઝૂકીશ નહીંઃ જગદીપ ધનખડ તમે ખેડૂત તો હું પણ મજૂરનો પુત્ર છુંઃ મલ્લિકાર્જૂન Rajya Sabha Winter Session: સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી...
રાજ્યસભામાં ધનખડ ખડગે વચ્ચે જોરદાર ચર્ચા જાણો શું કહ્યું
Advertisement
  • રાજ્યસભામાં ધનખડ-ખડગે વચ્ચે જોરદાર ચર્ચા
  • વિપક્ષી દળોના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સમરાંગણ
  • હું ખેડૂતનો પુત્ર છું, ઝૂકીશ નહીંઃ જગદીપ ધનખડ
  • તમે ખેડૂત તો હું પણ મજૂરનો પુત્ર છુંઃ મલ્લિકાર્જૂન

Rajya Sabha Winter Session: સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. જ્યારે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ મહાભિયોગના વિપક્ષના પ્રસ્તાવ મુદ્દે ભારે માહોલ ગરમાયો હતો. બીજી બાજુ આજે બંધારણ મુદ્દે પણ ચર્ચા થવાની છે. પ્રિયંકા ગાંધી આજે પહેલીવાર લોકસભામાં ભાષણ આપશે.

રાજ્યસભામાં જોરદાર હોબાળો

રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. રાજ્યસભામાં આજે પણ ભારે હોબાળો ચાલુ છે. આ દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષ પર નારાજ થઈ ગયા છે. તેમણે ગુસ્સામાં કહ્યું કે, મેં તમને બહુ સહન કર્યા છે, પણ તમને ખેડૂતનો દીકરો સહન નથી થતો. તેના પર કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જો તમે ખેડૂતના પુત્ર છો તો હું પણ મજૂરનો પુત્ર છું. ભારે હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Parliament Attack :આજે સંસદ પર આતંકી હુમલાની 23મી વરસી,PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસ સહિતના વિપક્ષોએ અદાણીનો મુદ્દો થઈ ચર્ચા

સંસદના આ સત્રમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ અદાણીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. અદાણી મુદ્દે વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન શુક્રવારથી લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વિપક્ષ બંધારણ પર ચર્ચા દરમિયાન અદાણીનો મુદ્દો ઉઠાવશે તો ભાજપ તેનો જોરદાર વિરોધ કરશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે બંધારણ પરની ચર્ચાને અદાણી સાથે કોઈ લેવાદેવા નથી. જો વિપક્ષ આ મુદ્દો ઉઠાવશે તો તેનો વિરોધ કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×