Keshod Airport પર રનવેના વિસ્તરણ બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવાશે
- રનવેને 2,500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત
- પરિમલ નથવાણીએ વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો
- પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી
Parimal Nathwani MP : કેશોદ એરપોર્ટ (Keshod Airport) પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ (Runway Expansion - Keshod Airport) પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Advanced Navigational Infrastructure) લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVOR ની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ (Civil Aviation Minister Of India - Ram Mohan Naidu Kinjarapu) દ્વારા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી (Rajya sabha MP - Parimal Nathwani) ને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.
In response to my letter regarding the frequent flight cancellations due to weather related issues at Keshod Airport, Minister of Civil Aviation Shri Ram Mohan Naidu Kinjarapu responded that The Ministry is planning to install advanced navigational infrastructure at Keshod… pic.twitter.com/ScpwUOFoST
— Parimal Nathwani (@mpparimal) September 18, 2025
રનવેની લંબાઈ ૧,૮૦૦ મીટરથી વધુ હોવી જોઈએ
મંત્રીએ (Civil Aviation Minister Of India - Ram Mohan Naidu Kinjarapu) એમ પણ જણાવ્યું હતું કે મંત્રાલયે કેશોદ એરપોર્ટ પર રનવેને ૨,૫૦૦ મીટર સુધી લંબાવવા (Runway Expansion - Keshod Airport) માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ILS ના ઇન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ ૧,૮૦૦ મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના (Runway Expansion - Keshod Airport) હાલના રનવેની લંબાઈ ૧,૩૦૦ મીટર છે.
રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય
પરિમલ નથવાણીએ (Rajya sabha MP - Parimal Nathwani) કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રી નથવાણીએ (Rajya sabha MP - Parimal Nathwani) પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી.
રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ
અગાઉ, રાજ્યસભામાં શ્રી પરિમલ નથવાણી (Rajya sabha MP - Parimal Nathwani) દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે. નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. ૩૬૪ કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.
આ પણ વાંચો ------ હિન્ડનબર્ગના તમામ આરોપો ખોટા..! SEBI એ Adani Group ને આપી ક્લીનચીટ


