ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BIHAR : રાજ્યસભાના સાંસદને લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધમકી, કહ્યું,'પરિણામ ભોગવવું પડશે'

BIHAR : તેમણે જણાવ્યું કે, અલગ-અલગ નંબરો પરથી ફોન કોલ અને SMS દ્વારા 10 દિવસની અંદર પતાવી દેવાની ધમકી આપવામાં આવી છે
08:30 AM Jun 20, 2025 IST | PARTH PANDYA
BIHAR : તેમણે જણાવ્યું કે, અલગ-અલગ નંબરો પરથી ફોન કોલ અને SMS દ્વારા 10 દિવસની અંદર પતાવી દેવાની ધમકી આપવામાં આવી છે

BIHAR : રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહા (RAJYA SABHA MP - UPENDRA KUSHWAHA) ને લોરેન્સ બિશ્નોઈ ગેંગના (LAWRENCE BISHNOI GANG) નામે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમણે જણાવ્યું કે, અલગ-અલગ નંબરો પરથી ફોન કોલ અને SMS દ્વારા 10 દિવસની અંદર પતાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કુશવાહાએ સોશિયલ મીડિયા પર એસએસપી પટનાને ટેગ કરીને તેમની પાસેથી કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ આ ધમકી પ્રકરણને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આગામી સમયમાં બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતપોતાની તાકાત ચૂંટણી જીતવા માટે જોખી રહી છે. આ વચ્ચે લોરેન્સ બિશ્નોઇ ગેંગના (LAWRENCE BISHNOI GANG) નામે ધમકી (THREAT) મળતા રાજકીય ગરમાવો આવ્યો છે. સંભવત આ પ્રથમ વખત લોરેન્સ બિશ્નોઇના નામે કોઇ સાંસદને ધમકી મળી હોવાની ઘટના હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

અલગ-અલગ નંબરો પરથી ધમકીભર્યા ફોન આવ્યા

રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ, રાજ્યસભા સભ્ય અને NDA ગઠબંધનના ભાગીદાર ઉપેન્દ્ર કુશવાહાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર - X પર પોસ્ટ કરીને માહિતી આપી કે, તેઓને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેમને અલગ-અલગ નંબરો પરથી સાત ધમકીભર્યા ફોન આવ્યા હતા અને દસ દિવસમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

કોઈ ચોક્કસ પક્ષ વિશે બોલતા રહેશે, તો..........

આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર - X પર એક પોસ્ટમાં તેઓએ લખ્યું કે, આજે સાંજે 8:52 થી 9:20 વાગ્યાની વચ્ચે મને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 916305129156 અને 919229567466 મોબાઇલ નંબરો પરથી સતત 7 ધમકીભર્યા ફોન આવ્યા છે. ઉપરાંત, 917569196793 મોબાઇલ નંબર પરથી રાત્રે 8:57 વાગ્યે MMS/SMS દ્વારા કહેવામાં આવ્યું કે, જો તેઓ કોઈ ચોક્કસ પક્ષ વિશે બોલતા રહેશે, તો તેઓને પરિણામો ભોગવવા પડશે.

આ પણ વાંચો --- Raja Raghuvanshi હત્યા કેસમાં પોલીસે કરી આ યુવતીની પૂછપરછ

Tags :
bishnoiCallgangGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinkushwahaLawrencemessageMPnameofRajyasabhareceivedtheThreatupendra
Next Article