VIRAL : રોડ સાઇડ પર 'જટાયુ' જેવું પક્ષી દેખાતા લોકોએ વાહનોને બ્રેક મારી દીધી
- જટાયુનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
- જટાયુ જોડે ફોટો પડાવવા લોકોની પડાપડી
- આ દુર્લભ પ્રજાતિનું ગીધ હોવાની લોકોમાં ચર્ચા
VIRAL : હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થઈ રહ્યો છે, જેમાં એક માણસ જેટલી ઉંચાઇ ધરાવતું અને રામાયણમાં ઉલ્લેખિત જટાયુ (JATAYU - RAMAYANA) થી મળતું આવતું પક્ષી રસ્તાના કિનારે બેઠેલું જોવા મળે છે.આ વીડિયો જોયા પછી, લોકોની માન્યતા દ્રઢ બની છે કે ,એવું લાગે છે કે રામાયણ કાળનો જટાયુ આજે પણ જોવા મળે છે. જટાયુની હાજરીનું આ દૃશ્ય એટલું અદ્ભુત હતું કે, ત્યાંથી પસાર થતા લોકો રોકાઇ ગયા અને ઉભા થઈ ગયા અને આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.
लगता है रामायण काल के जटायु आज भी पाए जाते है
जय श्री राम pic.twitter.com/7tl4Dgo9bk— Sweta Srivastava (@swetasamadhiya) July 25, 2025
વીડિયોમાં જોવા મળેલી દુર્લભ પ્રજાતિ ગીધ
તમને જણાવી દઈએ કે, રામાયણની વાર્તાઓમાં જટાયુનો ઉલ્લેખ જોવા મળે છે. જટાયુને રામાયણમાં એક મહત્વપૂર્ણ પાત્ર માનવામાં આવે છે, જે એક વિશાળ અને શક્તિશાળી ગીધ (VULTURE) તરીકે જાણીતો છે. આ પક્ષી તેની બહાદુરી અને રામ પ્રત્યેની ભક્તિ માટે જાણીતું છે. જો કે, આ વાયરલ વીડિયોમાં દેખાતો 'જટાયુ' વાસ્તવમાં એક દુર્લભ પ્રજાતિના ગીધ હોવાનું અનુમાન છે, જે કોઈ કારણોસર રસ્તાની બાજુમાં આવી ગયો હોય તેવું લાગે છે. વીડિયોમાં આ વિશાળ પક્ષી એક વાહનોથી ધમધમતા રસ્તાની બાજુમાં શાંતિથી બેઠેલું જોઈ શકાય છે, તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પક્ષીની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી, પરંતુ પક્ષી કોઈ પણ ડર વિના તેની જગ્યાએ જ રહ્યું હતું.
લોકોએ તેમને જટાયુનો અવતાર હોવાનું કહ્યું
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો આ દુર્લભ પક્ષીને જોઈને ઉત્સાહિત થઈ ગયા છે. લોકોએ તેને તેમના મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું શરૂ કર્યું છે. કેટલાક યુઝર્સે તેમને 'જટાયુનો આધુનિક અવતાર' કહ્યા, તો કેટલાકે તેમને રામાયણનો જટાયુ પણ કહ્યા છે. આ વાયરલ વીડિયો સોશિયલ સાઇટ X પર એક યુઝરે શેર કર્યો છે. આ વીડિયો લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.
આ પણ વાંચો ---- અપ્સરાથી ઓછી નથી લાગી રહી Urfi Javed! શું તમે જોયો તેનો નવો વીડિયો


