Rann Utsav 2025 : રણોત્સવમાં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, સફેદ રણની મુલાકાત લીધી
- કચ્છ ભુજ એરપોર્ટ પર CM ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત (Rann Utsav 2025)
- રણોત્સવમાં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ
- ભુજ એરપોર્ટ પર ઉમળકાભેર કરાયું ભૂપેન્દ્રભાઈનું સ્વાગત
- ક્ચ્છનું રણ પ્રવાસનનું તોરણ છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
Kutch : રાજ્યનાં મુખ્યમંત્રી કચ્છ-ભુજની (Bhuj) મુલાકાતે છે. રણોત્સવમાં સહભાગી થવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) આજે ભુજ પહોંચ્યા છે. મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ ભુજ એરપોર્ટ પર સીએમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કચ્છી શાલ ઓઢાડીને સંસ્કૃતિ મુજબ CM ને આવકાર આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવમાં વિવિધ સ્ટોલ, હસ્તકલા પ્રદર્શન નિહાળશે. સાંજે મુખ્યમંત્રીએ સફેદરણનો નજારો પણ નિહાળ્યો હતો. તેમણે કહ્યું કે, આજે પૂનમનો દિવસ છે. ગુરુ દત્તાત્રેયની જયંતી છે. ક્ચ્છનું રણ એ પ્રવાસનનું તોરણ છે.
આ પણ વાંચો - મેવાણીના ગઢમાં સંઘવી નો હુંકાર : “એક ફોન કરજો, અડધી રાત્રે આવીશ”
LIVE: ધોરડો ખાતે રણોત્સવ 2025-26 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ. https://t.co/zuIEw4h0yN
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 4, 2025
Rann Utsav 2025 માં સહભાગી થવા ભુજ પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રણોત્સવમાં (Rann Utsav 2025) સહભાગી થવા આજે ભુજ પહોંચ્યા. ધોરડો હેલિપેડ (Dhordo) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી ત્રિકમભાઇ છાગા, ધોરડો સરપંચ મિયા હુસૈન ગુલબેગ, મહામંત્રી ધવલ આચાર્ય સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ધોરડોમાં રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પહેલા તેમણે સફેદ રણની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં કહ્યું કે, આજે પૂનમનો દિવસ છે. ગુરુ દત્તાત્રેયની જયંતી છે.
ધોરડોના સફેદ રણનો અલૌકિક અનુભવ..
ઢળતા સુરજના લાલ કિરણો શ્વેત સમંદર સમા રણની સાથે ભળી જાય છે, ત્યારે દૂર દૂર સુધી બસ પ્રકૃતિના આ સુંદર નજારાને જોતા જ રહીએ એવી અનુભૂતિ સહજ થાય છે.
@ રણોત્સવ ૨૦૨૫-૨૬, ધોરડો. pic.twitter.com/KXrUNqnviM
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 4, 2025
આ પણ વાંચો - Vav-Tharad : ધરણીધર તાલુકામાં ઈઢાટા કેનાલ તૂટી; ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ
ધોરડો મોડેલ વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ક્ચ્છનું રણ પ્રવાસનનું તોરણ છે. આજે મોદીજીના વિઝનનાં કારણે જ આપણને રણોત્સવની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીજીનું (PM Modi) વિઝન સાકાર થયું છે. ધોરડો મોડેલ વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. અહીં, આર્થિક અને સામાજિક વિકાસ થયો છે. હસ્તકલા ક્ષેત્રે પણ વિકાસ થયો છે. સીએમએ કહ્યું કે, નર્મદાનાં પાણી કચ્છમાં પહોંચ્યા છે. ધોરડોમાં વિવિધ વિકાસનાં કાર્યોને હવે વધુ વેગ મળશે.
આ પણ વાંચો - “એકપણ વીજ કર્મચારીનો જીવ ના જવો જોઈએ”: ઋષિકેશ પટેલ નો ઝીરો અકસ્માત મહાસંકલ્પ


