Rape Case: આખરે આણંદ પોલીસે આરોપી દિપુ પ્રજાપતિને ઝડપી લીધો
- આણંદ માં પરણિત મહિલા પર દુષ્કર્મ નો મામલો
- પોલીસે વોચ ગોઠવીને દીપુ પ્રજાપતિને ઝડપી પાડયો
- દુષ્કર્મ નો ગુનો નોંધતા ભાજપ નો કાઉન્સિલર થયો હતો ફરાર
- આખરે આણંદ પોલીસે આરોપી દિપુ પ્રજાપતિ ને ઝડપી લીધો
Rape Case:આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં આણંદ શહેર પોલીસ દ્વારા અલગ-અલગ સમયે અત્યાર સુધીમાં આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ મુખ્ય સુત્રધાર એવો દીપુ પ્રજાપતિ (Deepu Prajapati Rape Case)છેલ્લા 14 દિવસથી ભૂર્ગભ ઉતરી ગયો હતો.આખરે દિપુ પ્રજાપતિ તા 30મીને શનિવારના રોજ ઝડપી પાડ્યો.નોંધનીય છે કે, ભાજપ કાઉન્સિલર દિપુ પ્રજાપતિએ દુષ્કર્મ કર્યા હોવાનો પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે. અને પોલીસ મથકે દિપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદથી જ ભાજપ કાઉન્સિલર ફરાર હતો.જેને હવે પોલીસે ઝડપી પાડ્યો છે.
ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિની ધરપકડ
આણંદ જિલ્લામાં પરણિત મહિલાના દુષ્કર્મના ગુનાને લઈને ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
દીપુ પ્રજાપતિ ફરાર થયા બાદ પોલીસે ઝડપી પાડ્યો
ફિરિયાદ નોંધાતા જ દીપુ પ્રજાપતિ ગુનાની પકડથી બચવા માટે ફરાર થઈ ગયા હતા. આણંદ પોલીસે જાણકારી મેળવી હતી કે આરોપી વાસદ પાસેથી પસાર થવાનો છે. બાતમીના આધારે વોચ ગોઠવાઈ, અને આરોપીને વાસદ નજીકથી ઝડપી લેવામાં આવ્યા.
આ મામલે રાજકીય દબાણ અને ચર્ચા
ભાજપના કાઉન્સિલર સાથે જોડાયેલી આ ઘટનાએ રાજકીય માહોલમાં ઉથલપાથલ મચાવી છે. આણંદ પોલીસ આ ગુનાની વધુ તપાસ કરી રહી છે અને આ મામલે રાજકીય પ્રભાવના છતાં ન્યાય આપવામાં સંપૂર્ણ નિકાલ કરવાના આશ્વાસન આપ્યા છે.
સાપુતારાથી વધુ 4 આરોપીઓની અટકાયત કરી
અગાઉ પણ આણંદમાં (Anand) નગરપાલિકાનાં વોર્ડ નંબર 6 નાં પૂર્વ કાઉન્સિલર દિલીપ ઉર્ફે દીપુ ગોરધનભાઇ પ્રજાપતિ વિરુદ્ધ દુષ્કર્મનાં પ્રયાસ સહિતનાં ગંભીર આરોપ થયા છે. આ કેસમાં પોલીસે બાતમીનાં આધારે સાપુતારાથી (Saputara) 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપ છે કે, ઘટના બાદ દીપુ પ્રજાપતિને છોડાવવા માટે રાયોટિંગ કરવા અંગે ફરિયાદમાં હતા. માહિતી મુજબ, બાતમી મળતા પોલીસની એક ટીમ સાપુતારા ગઈ હતી, જ્યાં આરોપીઓની અટકાયત કરાઈ હતી. આણંદ પોલીસે (Anand Police) ચારેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે