ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkumar Jat Case: રતનલાલ જાટે ન્યાય માટે કર્યો હુંકાર, હું જીવીશ ત્યાં સુધી મારા પુત્ર માટે લડતો રહીશ

ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે તેના પિતા દ્વારા ન્યાયની ગુહાર લગાવી છે. તેમજ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે.
08:26 PM Apr 04, 2025 IST | Vishal Khamar
ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે તેના પિતા દ્વારા ન્યાયની ગુહાર લગાવી છે. તેમજ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે.
rajkumar jat murder case gujarat first

રાજકુમાર જાટના મોતને એક મહિના જેટલો સમય થઈ જવા છતાં પણ હજુ સુધી પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકુમાર જાટ (Rajkumar Jat Case) ના પિતા રતનલાલ જાટે (ratnalal jayant) મોટો હુંકાર કર્યો છે. રતનલાલ જાટે કહ્યું કે મારો નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. મારો અને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવો. જો હું ખોટો હોઉ તો મને ફાંસી પર ચઢાવી દો. હું જીવીશ ત્યાં સુધી મારા પુત્ર માટે લડતો રહીશ. સુપ્રીમ કોર્ટમાંપણ જવું પડે તો હું જવા તૈયાર છું.

રાજકુમાર જાટના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં મોત મામલે મોટા સમાચાર આવ્યા છે. મૃતક રાજકુમાર જાટ (Rajkumar Jat Case) ના પિતાએ હવે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. મૃતક રાજકુમાર જાટ (Rajkumar Jat Case) નાં પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે. પોલીસ પૂર્વ MLA અને તેના પુત્રને બચાવતી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચોઃ Kheda: નદીમાં ગેરકાયદેસર ખનનને લઈ મોટો ઘટસ્ફોટ, રેતી માફિયાઓએ વાત્રકમાં પહેલા પણ બનાવ્યો હતો બ્રિજ

અરજીમાં કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ

ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં મોત (Rajkumar Jat Case) મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે, મૃતક યુવકનાં પિતાએ હવે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. માહિતી અનુસાર, મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે. સાથે જ તપાસમાં પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને તેમના દીકરાને બચાવતી હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે. રાજકુમાર જાટનાં પિતાએ કરેલી અરજીમાં રજૂઆત કરી કે પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) ઘરનાં માત્ર 4.30 મિનિટનાં CCTV જ જાહેર કર્યા છે.

તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ

હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, અરજદાર દ્વારા અગાઉ સમગ્ર ઘટનાનાં સંપૂર્ણ CCTV ફૂટેજ જાહેર કરવાની માગ પણ કરાઇ હતી છતાં, હજું સુધી જાહેર કરાયા નથી. અરજીમાં તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) 4 એપ્રિલનાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Surat: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત, શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી આચર્યું દુષ્કર્મ, જાણો શું હતો સમગ્ર મામલો

જાણો શું હતો મામલો

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર(Rajkumar jat) સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) ના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર (Rajkumar Jat Case) એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.

Tags :
Ganesh Gondalgondal newsGujarat FirstGUJARAT FIRST NEWSRajkumar Jat CaseRajkumar Jat Murder CaseRatanlal Jat
Next Article