Rathyatra 2025 : પૂરીમાં કુલ 12 દિવસ સુધી યોજાશે રથયાત્રા મહોત્સવ, ભગવાન જગન્નાથજીની નગરચર્યાનું ભવ્ય આયોજન
- આજે ઓડિશામાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું
- હજારો સુરક્ષા કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્તમાં જોડાયા
- આજે શરુ થનાર રથયાત્રા મહોત્સવ 8મી જુલાઈના રોજ સમાપ્ત થશે
Rathyatra 2025 : આજે ઓડિશાના પૂરીમાં ભગવાન જગન્નાથજી (Lord Jagannathji) ની રથયાત્રા (Rathyatra 2025) નું ભવ્ય આયોજન કરાયું છે . આ ભવ્ય યાત્રા પૂરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર (Gundicha temple) સુધી જાય છે. આજે બપોરે 2.30 કલાકે ભગવાન રથ પર સવારી કરશે અને અંદાજિત સાંજે 4 કલાકથી રથયાત્રાનો પ્રારંભ થશે. પૂરીમાં રથયાત્રા મહોત્સવ કુલ 12 દિવસ સુધી ચાલવાનો છે. જે 8મી જુલાઈએ નીલાદ્રી વિજય સાથે સમાપ્ત થશે. દેશના મહત્વના આ મહોત્સવમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ધાર્મિક વિધિઓ, સમારોહ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન
રથયાત્રાના એક દિવસ પહેલા હજારો ભક્તો મંદિરના સિંહ દ્વાર પર પહોંચ્યા અને રત્ન બેદી પર ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના નવજૌવન દર્શન (યુવાન સ્વરૂપ) કર્યા. આ રથયાત્રા મહોત્સવ કુલ 12 દિવસ ચાલશે અને 8 જુલાઈ, 2025 ના રોજ નીલાદ્રી વિજય સાથે સમાપ્ત થશે. જ્યારે ભગવાન તેમના મૂળ મંદિરમાં પાછા ફરશે. રથયાત્રાનું આયોજન 12 દિવસ માટે કરવામાં આવે છે, પરંતુ તેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ રથયાત્રા દરમિયાન ઘણી ધાર્મિક વિધિઓ, સમારોહ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પખવાડિયા સુધી આઈસોલેશન
11 જૂને સ્નાન વિધિ પછી ભગવાન જન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના જાહેર દર્શન બંધ કરવામાં આવ્યા હતા. શ્રી જગન્નાથ મંદિર વહીવટ (SJTA) ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મંદિર સવારે 8 થી 10.30 કલાક સુધી નબજૌબન દર્શન માટે ભક્તો માટે ખુલ્લું હતું. તેમણે કહ્યું કે ભગવાન જન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા નબજૌબન બેશા પર ખાસ યુવા વસ્ત્ર પહેરે છે. આ વિધિ ભગવાન જગન્નાથના કાયાકલ્પની ઉજવણી માટે કરવામાં આવે છે. આ દિવસને નેત્રોત્સવ (આંખ ખોલવાનો ઉત્સવ) પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મૂર્તિઓની આંખો રંગવામાં આવે છે. સ્નાન વિધિ પછી દેવતાઓ ભક્તોની સામે દેખાતા નથી કારણ કે તેઓ બીમાર પડી જાય છે. ભગવાનને રથયાત્રા પહેલા પખવાડિયા સુધી અનસાર ઘરમાં આઈસોલેશન રાખવામાં આવે છે.
ઓડિશાના મુખ્યમંત્રીની શુભેચ્છા સાથે અપીલ
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી (Mohan Charan Mazi) અને રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ (Dr. Hari Kambhampati)એ વિશ્વ પ્રસિદ્ધ વાર્ષિક રથયાત્રા નિમિત્તે ભક્તોનું સ્વાગત અને શુભેચ્છાઓ પાઠવી છે. સીએમ માંઝીએ કહ્યું કે શ્રદ્ધા અને ભક્તિ સાથે રથયાત્રામાં જોડાઓ, રથ પર મહાપ્રભુના દિવ્ય દર્શન કરો અને તેમના આશીર્વાદ મેળવો. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ હાજર રહ્યાં છે.
27 જૂન, શુક્રવાર - રથયાત્રાનો પ્રારંભ
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા પૂરીના જગન્નાથ મંદિરથી 3 અલગ અલગ ભવ્ય રથો પર નીકળી અને ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરશે. હજારો ભક્તો ભારે દોરડાથી આ રથોને ખેંચે છે. રથ પર ચઢતા પહેલા, પૂરીના રાજા 'છેરા પંહરા' ની વિધિ કરે છે, જેમાં તેઓ સોનાના સાવરણીથી રથના પ્લેટફોર્મને સાફ કરે છે.
1 જુલાઈ, મંગળવાર - હેરા પંચમી ઉત્સવ
જ્યારે ભગવાન ગુંડીચા મંદિરમાં 5 દિવસ વિતાવે છે, ત્યારે પાંચમા દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથને મળવા આવે છે. આ વિધિને હેરા પંચમી કહેવામાં આવે છે.
4 જુલાઈ, શુક્રવાર - સંધ્યા દર્શન
ગુંડીચા મંદિરમાં ખાસ દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરે છે અને આ ખૂબ જ શુભ પ્રસંગ માનવામાં આવે છે.
5 જુલાઈ, શનિવાર - બહુડા યાત્રા
ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે રથ પર જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે. આ પરત યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. રસ્તામાં, તેઓ મૌસી મા મંદિર (અડધા રસ્તે) પર રોકાય છે, જ્યાં તેમને ઓડિશાની ખાસ મીઠાઈ 'પોડા પીઠા' ચઢાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ
6 જુલાઈ, રવિવાર - સુના બેશા
આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. આ એક ખૂબ જ ભવ્ય શણગાર છે જેને જોવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે.
"On the eve of the 148th Rath Yatra to be held in Ahmedabad, I had the privilege of participating in the worship, rituals, and evening aarti at the Shri Jagannath Temple, and receiving the blessed opportunity to have darshan of Lord Jagannathji. May everyone’s enthusiasm for the… pic.twitter.com/UkUlKkUD96
— Press Trust of India (@PTI_News) June 26, 2025
7 જુલાઈ, સોમવાર - અધારા પણા
આ દિવસે, દેવતાઓને એક ખાસ મીઠી પીણું 'અધારા પણા' ચઢાવવામાં આવે છે, જે મોટા માટીના વાસણોમાં તૈયાર કરવામાં આવે છે. તેમાં પાણી, દૂધ, પનીર, ખાંડ અને કેટલાક પરંપરાગત મસાલા ભેળવવામાં આવે છે.
8 જુલાઈ, મંગળવાર - નીલાદ્રી વિજય
આ રથયાત્રાનો છેલ્લો અને સૌથી ભાવનાત્મક દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરે છે અને ગર્ભગૃહમાં ફરીથી સ્થાપિત થાય છે. આને 'નીલાદ્રી વિજય' કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે - "નીલાચલ (પૂરી) પર ફરીથી વિજય".
આ પણ વાંચોઃ 148th Rath Yatra: આજે અષાઢી બીજનું પાવન પર્વ, વાજતે ગાજતે ધામધૂમથી જગન્નાથ પ્રભુની રથયાત્રા


