રેશન દુકાનદારોનો રોષ ફાટ્યો ! પ્રહલાદભાઈ મોદી એ 50% સમિતિ હાજરી પરિપત્ર સામે આંદોલનની ચીમકી આપી
- પ્રહલાદ મોદી ની ચીમકી : 50% હાજરી પરિપત્ર પાછો નહીં ખેંચાય તો રેશન દુકાનો બંધ!
- રેશન દુકાનદારોનો રોષ : પુરવઠા વિભાગની હેરાનગતિ સામે આંદોલનની તૈયારી
- 11માંથી 2 કે 50%? પરિપત્ર વિવાદે રેશન વ્યવસ્થા પર સંકટ
- ફેર પ્રાઈસ એસોસિએશનનો એલાન : પરિપત્ર નહીં બદલાય તો ધરણા-આંદોલન
- રેશનની રોજી પર હુમલો ? પ્રહલાદ મોદીએ અધિકારીઓને સંભળાવ્યું
પ્રહલાદભાઈ મોદી ની હડતાળની ચિમકી : રાજ્યના રેશનીંગ દુકાનદારોના હિતોનું રક્ષણ કરતી ગુજરાત સ્ટેટ ફેર પ્રાઈસ શોપ ઓનર્સ એસોસિએશનએ પુરવઠા વિભાગના નવા પરિપત્ર સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ ચેતવણી આપી છે કે, “જો આ પરિપત્ર પાછો નહીં ખેંચાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવું પડશે.” આ પરિપત્રમાં રેશન દુકાન પર માલનો પુરવઠો આવે ત્યારે સમિતિના 50% સભ્યોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે, જેને દુકાનદારો “અવ્યવહારુ અને હેરાનગતિ” ગણાવી રહ્યા છે.
આ વિવાદની શરૂઆત થઈ ત્યારથી જ્યારે પુરવઠા વિભાગે પહેલો પરિપત્ર બહાર પાડ્યો કે સમિતિના 11માંથી બધા જ સભ્યો માલ આવે ત્યારે હાજર રહે. આનો વિરોધ થતાં પુરવઠા સચિવે મામલો શાંત પાડવા 50% સભ્યો (એટલે 5-6 વ્યક્તિ) હાજર રહે તેવું જણાવ્યું. પરંતુ થોડા જ દિવસોમાં ફરીથી 50% હાજરીનો જૂનો પરિપત્ર લાગુ કરવામાં આવ્યો જેનાથી એસોસિએશનનો ગુસ્સો ફાટી નીકળ્યો. પ્રહલાદભાઈએ કહ્યું, “અધિકારીઓ વારંવાર પરિપત્રો બદલીને અમને હેરાન કરી રહ્યા છે. એક વખત 2 સભ્યો પણ મંજૂર કર્યા તો હવે ફરી 50% કેમ? આ તો સીધી દુકાનદારોની આજીવિકા પર હુમલો છે!”
રેશન દુકાનદારોનું કહેવું છે કે, “માલનો પુરવઠો કોઈપણ સમયે આવી શકે છે, રાત્રે 12 વાગ્યે કે સવારે 4 વાગ્યે. શું 5-6 સભ્યોને દરેક વખતે બોલાવીએ? ઘણા સભ્યો ખેતરમાં, નોકરીમાં કે બીમાર હોય છે. આ પરિપત્રથી દુકાનો બંધ રહેવાની નોબત આવશે.” એસોસિએશનના અન્ય આગેવાનોએ જણાવ્યું કે, “આ પરિપત્રથી ગરીબોને રેશન મળવામાં અડચણ આવશે કારણ કે દુકાનદારો પરેશાન થઈને ધંધો છોડી દેશે.”
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત પરિપત્ર પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી | Gujarat First
ગુજરાત ફર્સ્ટે ફેર પ્રાઈઝ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદી સાથે વાતચીત
સસ્તા અનાજના દુકાનના સંચાલકોની ફરી એકવાર હડતાલની ચીમકી
બેઠકમાં ચર્ચા કરતાં વિપરીત પરિપત્ર થતાં ફરી હડતાળની ચીમકી… pic.twitter.com/Y35oYXpprR— Gujarat First (@GujaratFirst) November 8, 2025
આ મુદ્દે એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો કે, આગામી 3 દિવસમાં પરિપત્ર પાછો ન ખેંચાય તો રાજ્યની તમામ રેશન દુકાનો બંધ કરીને ધરણા-આંદોલન શરૂ કરવામાં આવશે. પ્રહલાદભાઈએ વધુમાં કહ્યું, “અમે ગરીબોની સેવા કરીએ છીએ, પરંતુ અધિકારીઓ અમારી સાથે આવું વર્તન કરે તો કેવી રીતે ચાલશે? અમારી માંગ છે કે માત્ર 2 સભ્યોની હાજરી પૂરતું રાખો અને દુકાનદારોને હેરાન ન કરો.”
આ વિવાદથી પુરવઠા વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું કે, “આ પરિપત્ર પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે છે.” પરંતુ એસોસિએશનનો પ્રશ્ન છે . “શું પારદર્શિતા દુકાનદારોને હેરાન કરીને જ મળશે?”
આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયના સ્તરે પણ ચર્ચા થઈ રહી છે. જો આંદોલન થશે તો રાજ્યના 18,000+ રેશન દુકાનો પર અસર થશે અને કરોડો ગરીબોનું રેશન અટકી શકે છે. હવે બધાની નજર પુરવઠા વિભાગના આગામી પગલા પર છે. પરિપત્ર પાછો ખેંચાશે કે આંદોલનની આગ ભભૂકશે?
આ પણ વાંચો- કુંવરજી હળપતિએ Relief package ને આવકારતા કહ્યું- આઝાદી પછીનું સૌથી મોટું પેકેજ; વિપક્ષને સંભળાવી ખરી-ખરી


