RCB Captain: વિરાટ કે કૃણાલ નહી, આ ખેલાડી RCBનો કેપ્ટન બની શકે!
- RCB કેપ્ટનને લઈને ઘણી અટકળો
- વિરાટને ફરી એ ટીમની કમાન મળશે?
- ભુવનેશ્વર કુમાર કેપ્ટન બની શકે છે
IPL 2025 RCB Captain:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા કેપ્ટન(RCB Captain)ને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. IPL 2024માં RCBની કેપ્ટનશીપ કરનાર ફાફ ડુ પ્લેસિસ હવે ટીમનો ભાગ નથી. બીજી તરફ ફ્રેન્ચાઇઝીએ પણ હજુ સુધી નવા કેપ્ટનની જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા પર ચાહકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વિરાટ કોહલીને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવે. પણ હવે એક એવા ખેલાડીનું નામ સામે આવી રહ્યું છે જે RCBનો નવો કેપ્ટન બની શકે છે.
RCBપાસે છે બેસ્ટ ઓપ્શન
હાલમાં RCBના નવા કેપ્ટન તરીકે વિરાટ કોહલીનું નામ સૌથી આગળ છે. જોકે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. આ સિવાય કૃણાલ પંડ્યાને RCBના નવા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. લખનૌએ આ વખતે કૃણાલને રિલીઝ કર્યો હતો.જે બાદ RCBએ મેગા ઓક્શનમાં કૃણાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. RCBએ મેગા ઓક્શનમાં કૃણાલને 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વિરાટ કોહલી કે કૃણાલ પંડ્યા નહીં પરંતુ આ ત્રીજો ખેલાડી RCBનો નવો કેપ્ટન બની શકે છે.
Experience, Balance and Power, the ultimate base,
Our Class of ‘25 is ready to embrace! 👊#PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold #IPL2025 pic.twitter.com/4M7Hnjf1Di
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024
આ પણ વાંચો -ઓલિમ્પિક મેડલિસ્ટ p.v.sindhu બનશે દુલ્હન, આ તારીખે લેશે સાત ફેરા
ભુવનેશ્વર કુમાર કેપ્ટન બની શકે છે
છેલ્લા 11 વર્ષથી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આ વખતે RCBનો ભાગ છે. RCBએ મેગા ઓક્શનમાં ભુવીને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જે બાદ હવે ભુવનેશ્વરને પણ નવા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.
Run Machine x Master of Swing 🔥
How excited are you for the 𝐁𝐇𝐔𝐕𝐈𝐑𝐀𝐓 reunion? 🤩#PlayBold pic.twitter.com/Nsqhaq3jAw
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 28, 2024
આ પણ વાંચો -Border-Gavaskar Trophy : બીજી ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે, ક્યાં અને કેવી રીતે જોવી ? જાણો અહીં
વિરાટ કોહલી કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો
ભુવનેશ્વર પહેલા પણ આઈપીએલની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જો વિરાટ કોહલી કેપ્ટન બનવાનો ઇનકાર કરે છે, તો શક્ય છે કે ફ્રેન્ચાઇઝી ભુવનેશ્વર કુમારને RCBનો નવો કેપ્ટન બનાવી શકે છે. જોકે, આ અંગે ફ્રેન્ચાઈઝી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


