Gujarat by Election: વિસાવદરની પેટાચૂંટણીમાં ફેર મતદાન પૂર્ણ, નવા વાઘણીયામાં 82.59 ટકા મતદાન
- વિસાવદરની પેટાચૂંટણીમાં ફેર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
- નાના વાઘણીયા તેમજ માલીડામાં કરાયું હતું ફેર મતદાન
- નવા વાઘણીયામાં 82.59 ટકા મતદાન નોંધાયુ
- બુથ નં-111માં કુલ 293 મતદારોમાંથી 242 મત પડ્યા
- માલીડામાં 80.41 ટકા મતદાન નોંધાયું
વિસાવદરની પેટા ચૂંટણીમાં ફેર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નાના વાઘણીયા તેમજ માલીડામાં ફેર મતદાન કરાયું હતું. નવા વાઘણીયામાં 82.59 ટકા મતદાન નોંધાયું હતુ. બુથ નં. 111 માં કુલ 293 મતદારોમાંથી 242 મત પડ્યા હતા. માલીડામાં 80.41 ટકા મતદાન નોંધાયું હતું.
ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર કર્યા
વિસાવદરની પેટાચૂંટણીમાં ફેર મતદાન પર રાજકારણ તેજ થઈ જવા પામ્યું છે. આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદરની ચૂંટણીમાં મોટું કલંક લાગ્યું છે. ભાજપ ઉમેદવારે બોગસ વોટિંગ કરાવ્યાનો આરોપ લગાવ્યો હતો. BJP ઉમેદવારે બોગસ વોટિંગ કરાવ્યું હોવાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. અત્યાર સુધી વિસાવદરમાં ફેર મતદાનની નોબત નથી આવી. તેમજ કિરીટ પટેલે અનેક ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાવ્યાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. પ્રિસાઈડિંગ ઓફિસર સહિતના સ્ટાફે ફરિયાદ કરી હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું.
ભાજપ પ્રભારી શૈલેષ પરમારનો વળતો જવાબ આપ્યો
વિસાવદર ભાજપ પ્રભારી શૈલેષ પરમારનો વળતો જવાબ આપ્યો હતો. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સામેવાળા જે રીતે રઘવાયા થયા તેનું પરિણામ છે. સામેવાળાનો નેગેટિવ પ્રચારનો ફુગ્ગો ફુટી ગયો છે.
કોંગ્રેસના ઉમેદવારે નવા વાઘણીયા ગામ ખાતે મતદાન મથકની મુલાકાત લીધી
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે નવા વાઘણીયા ગામ ખાતે મતદાન મથકની મુલાકાત લીધી હતી. નીતિન રાણપરીયાએ જણાવ્યું હતું કે, ભેસાણ પંથકના ગામમાં ફરી મતદાનનું આવું ક્યારેય બનેલ નથી. વાવણીની સીઝન હોવા છતાં ખેડૂતોએ સમય કાઢી આજે મતદાન કર્યું છે.
રાજકીય પાર્ટી દ્વારા બોગસ મતદાનની કરી હતી ફરિયાદ
તા. 19 ના રોજ જૂનાગઢ ભેસાણના માલીડા અને નવા વાઘણીયામાં થયેલ મતદાન પર રાજકીય પાર્ટી દ્વારા બોગસ મતદાનની ફરિયાદ કરી હતી. સરકારી કર્મીના રિપોર્ટ બાદ ચૂંટણી પંચ દ્વારા ફેર મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સવારના સાત વાગ્યાથી સાંજ છ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું.
આ પણ વાંચોઃ Rajkot : CCTVની બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ, રિક્ષા લઈને બેટરી ચોરવા નીકળતી હતી ટોળકી


