Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવા મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાર્દિક-અલ્પેશની સામે આવી પ્રતિક્રિયા, થાપ મારીને મોઢું લાલ રાખવાની કોશિશ

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના વિસ્તરણ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે, આ અંગે તેમની પ્રતિક્રિયા અંગુર ખટ્ટા હોવાની શિયાળની વાત જેવી જ કંઈક છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા બંને નેતાઓનો સમાવેશ થશે તેવી ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે તેમને જગ્યા મળી નથી, તેટલી તેઓ ઉદાસ થાય તે સ્વભાવિક છે. પરંતુ આગળ હવે તેમનું ભવિષ્ય અનિચ્છિતત્તાઓથી ભરેલું દેખાઈ રહ્યું છે
નવા મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાર્દિક અલ્પેશની સામે આવી પ્રતિક્રિયા  થાપ મારીને મોઢું લાલ રાખવાની કોશિશ
Advertisement
  • નવા મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાર્દિક-અલ્પેશની પ્રતિક્રિયા, થાપ મારીને મોઢું લાલ રાખવાની કોશિશ
  • હાર્કિદ પટેલે કહ્યું- મને અઢી વર્ષ મારા વિસ્તારમાં કામ કરવાની તક
  • અલ્પેશે કહ્યું કે- અત્યારે તો મંત્રીમંડળ વિસ્તરણમાં શુભકામના આપવાની હોય

ગાંધીનગર : નવા મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાર્દિક-અલ્પેશની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક રીતની અટકળો ચાલી રહી હતી. કયા નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળશે અને કયા નેતાનું પત્તું કટ્ટ થશે તેની ચર્ચા થઈ રહી હતી. આ વચ્ચે તમામ રીતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ વચ્ચે બધાનું ધ્યાન પાટીદાર આંદોલનના ચહેરો બનેલા હાર્દિક પટેલ અને ઓબીસી આગેવાન અલ્પેશ ઠાકોર ઉપર ગયું છે. આ બંને નેતાઓએ મંત્રીમંડળ ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

મંત્રીમંડળના વિસ્તરણ પહેલા એવી અટકળો થઈ રહી હતી કે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સરકાર નવી જવાબદારી આપી શકે છે. તેથી તેમણે મંત્રીપદ આપવામાં આવી શકે છે. પરંતુ આ બધી અટકળોનો અંત આવી ગયો છે. આંદોલન પછી કોંગ્રેસ નેતા બન્યા પછી બીજેપીમાં આવેલા બંને નેતાઓને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. હવે આ બંને નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જોકે, તેમની પ્રતિક્રિયાને શિયારની કહેવત અંગુર ખટ્ટા છે અથવા પોતાનું મોઢા પર પોતે થાપ મારીને ગાલ લાલ રાખવા જેવી ગણાવામાં આવી રહી છે. તો આવો જાણીએ હાર્દિક-અલ્પેશની પ્રતિક્રિયામાં શું રહસ્ય દેખાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો- Harsh Sanghvi નો ઐતિહાસિક ઇતિહાસ – સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર

Advertisement

વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આ વિસ્તરણ અંગે કહ્યું કે "આ વિસ્તરણ આવનારા દિવસો માટે મહત્ત્વનું સાબિત થશે. તમામ વિસ્તારોના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવા પ્રયાસ કરાયો છે."

હાર્દિક પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ ન થયો તેના વિશે તેમણે કહ્યું કે "મુખ્ય મંત્રી અને દેશના ગૃહમંત્રી અમદાવાદ જિલ્લામાંથી આવે છે. દરેક સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપવાનું સ્થાન છે."

પોતાની આશાઓ અને અપેક્ષાઓ અંગે તેમણે કહ્યું કે, "હજુ બે વર્ષથી હું ધારાસભ્ય બન્યો છું. મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તે સારું થયું, કારણ કે તેનાથી હું બે અઢી વર્ષ મારા મતક્ષેત્રમાં કામ કરી શકીશ."

તો બીજી તરફ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "મંત્રીમંડળ વિસ્તરણમાં શુભકામના આપવાની હોય. જેટલા પણ મંત્રી બન્યા છે તે બધા યુવાન છે. મહિલાઓ છે. ડાયનેમિક છે. દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયા છે. જેમની પસંદગી થઈ છે તેઓ ગુજરાત માટે સારું કામ કરશે. બનાસકાંઠામાંથી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીની પસંદગી થઈ છે તેનો આનંદ છે."

તેમની પસંદગી કેમ નથી થઈ તે વિશે પૂછવામાં આવતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે "પાર્ટીએ જે પસંદગી કરી છે તેમને શુભકામના આપવાનો પ્રસંય છે. રાજકારણમાં પાર્ટી જે નિર્ણય લે તેને સ્વીકારવું જોઈએ. જવાબદારીને નિભાવવા પ્રયાસ કરવો જોઈએ."

આ પણ વાંચો- Gujarat New Cabinet Reshuffle 2025: Hardik Patel અને Alpesh Thakor થયા નિરાશ!

Tags :
Advertisement

.

×