Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bigg Boss 18ના આ 3 સ્પર્ધકોનો અસલી ચહેરો આવ્યો સામે , ચાહકો પણ ચોંકી ગયા

જેમ જેમ 'બિગ બોસ 18' ની ફિનાલે નજીક આવી રહી છે તેમ તેમ કેટલાક કન્ટેસ્ટન્ટનોનો અસલી ચહેરો એટલે કે તેમની અસલી ગેમ હવે ખુલીને સામે આવી રહી છે.
bigg boss 18ના આ 3 સ્પર્ધકોનો અસલી ચહેરો આવ્યો સામે   ચાહકો પણ ચોંકી ગયા
Advertisement

Bigg Boss 18: જેમ જેમ 'બિગ બોસ 18' ની ફિનાલે નજીક આવી રહી છે તેમ તેમ કેટલાક કન્ટેસ્ટનો અસલી ચહેરો એટલે કે તેમની અસલી ગેમ હવે ખુલીને સામે આવી રહી છે. ચાલો તમને જણાવીએ કે, ક્યા કન્ટેસ્ટનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.

'Bigg Boss 18' હવે તેના અંતિમ તબક્કામાં

કલર્સ ટીવીનો રિયાલિટી શો 'Bigg Boss 18' હવે તેના અંતિમ તબક્કામાં છે. શોનો ફિનાલે ખૂબ જ નજીક છે, આવી સ્થિતિમાં કેટલાક કન્ટેસ્ટનોનો અસલી ચહેરો પણ સામે આવી રહ્યો છે. જે કન્ટેસ્ટનો અત્યાર સુધી શોમાં વધુ કઈ કરતા નજરે નથી આવ્યા તેઓ અચાનક જ ગેમમાં ખૂબ જ સક્રિય થઈ ગયા છે. આવો તમને જણાવીએ કે આ કન્ટેસ્ટનો કોણ છે.

Advertisement

શિલ્પા શિરોડકર

સૌથી પહેલા વાત કરીએ સૌથી જૂની કન્ટેસ્ટન્ટ શિલ્પા શિરોડકર વિશે. જે અત્યાર સુધી વિવિયન ડીસેના વિરૂદ્ધ ન તો ખુલીને કંઈ બોલતી હતી અને ન તો તેની સામે કોઈ એક્શન લેતી જોવા મળી હતી. પરંતુ હવે શિલ્પાએ તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે અને તે ખુલીને તેની ગેમ રમી રહી છે. તે સાચાને સાચુ અને ખોટાને ખોટા કહી રહી છે.

Advertisement

ચમ દરંગ

ચમ દરંગ એક એવી કન્ટેસ્ટન્ટ છે જે હવે શોના ટોપ 5 માટે સૌથી મજબૂત દાવેદાર હોવાનું કહેવાય છે, પરંતુ જો આ જ પ્રશ્ન એક મહિના પહેલા પૂછવામાં આવ્યો હોત, તો ચમ દરંગને એવિક્શનમાંથી બચાવવાના પણ ફાંફા હતા. તે સમયે ચમ દરંગ ન તો કોઈ મુદ્દા પર વધારે બોલતી હતી અને ન તો કોઈ વાત પર કોઈ સ્ટેન્ડ લેતી જોવા મળી હતી.

શ્રુતિકા અર્જુન

શરૂઆતમાં, શ્રુતિકા ખૂબ જ મનોરંજક દેખાતી હતી. તેની પાસે રડવા માટે ઓછી અને હસવા માટે વધુ તકો હતી. શ્રુતિકા સતત પોતાની ફની સ્ટાઈલથી બધાને હસાવતી જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ગેમમાં ઘણા બદલાવ આવ્યા છે અને હવે શ્રુતિકા પણ એકદમ ગંભીર બની ગઈ છે.

આ પણ વાંચો: અલ્લુ અર્જુનના ઘરની બહાર ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ, 8ની અટકાયત

Tags :
Advertisement

.

×