Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અસલી Shiv Sena અમારી પાસે, અમીબા જેવી થઈ ગઈ બીજેપી, મુંબઈ દશેરાની રેલીમાં ઉદ્ધવ ઠાકરેનો હુંકાર

ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ એકનાથ શિંદે પર પણ તંજ કસ્યો હતો
અસલી shiv sena અમારી પાસે  અમીબા જેવી થઈ ગઈ બીજેપી  મુંબઈ દશેરાની રેલીમાં ઉદ્ધવ ઠાકરેનો હુંકાર
Advertisement
  • અસલી Shiv Sena અમારી પાસે જ છે
  • જ્યારે પેટમાં પ્રવેશ કરે તો પર પેટમાં દુખાવો થાય છે
  • સમાજમાં પ્રવેશ કરવા પર શાંતિ ભંગ કરે છે.
  • મરાઠી લોકો અને મુંબઈને બહારના તત્વોને હવાલે કરી શકાય નહીં

મુંબઈ : શિવસેના ( UBT / Shiv Sena ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત દશેરાની રેલીમાં કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર આક્રમક હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે,જે લોકો સત્તામાં છે, તેઓ મહારાષ્ટ્રના લોકો સાથે અન્યાય કરી રહ્યાં છે. ખેડૂતો અને સામાન્ય જનતાની સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ અમીબા જેવી થઈ ગઈ છે.  જ્યારે પેટમાં પ્રવેશ કરે તો પર પેટમાં દુખાવો થાય છે અને સમાજમાં પ્રવેશ કરવા પર શાંતિ ભંગ કરે છે.

એકનાથ શિંદે પર કસ્યો તંજ  

Advertisement

ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ એકનાથ શિંદે પર પણ તંજ કસ્યો હતો. તેમણે કહ્યું કે, જે મહારાષ્ટ્ર સરકાર અને બીજેપી કરી રહી છે, તે મહારાષ્ટ્ર અને મરાઠી લોકોના હિતના વિરૂદ્ધ છે. ઉદ્ધવે કહ્યું કે, તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા, પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે આવશ્યક મદદ આપી રહી નથી. તેમણે 2017માં માફ કરેલી લોનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જ્યારે લોન માફી સહિતના કામો તેઓ કરી શકતા હતા, તો હવે તે કામ કેમ થઈ રહ્યાં નથી.

Advertisement

આ પણ વાંચો- Madhya Pradesh : મૂર્તિ વિસર્જન દરમિયાન ભયંકર દૂર્ઘટના, તળાવમાં ડૂબવાથી 9 લોકોના મોત

ઉદ્ધવે મહારાષ્ટ્ર અને મરાઠી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી પર ભાર આપતા કહ્યું કે, મરાઠી ભાષા અને સંસ્કૃતિની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. ઉદ્ધવે ચેતવણી આપી છે કે મરાઠી લોકો અને મુંબઈને બહારના તત્વોને હવાલે કરી શકાય નહીં. તેમણે કહ્યું કે, બીજેપી સત્તામાં રહેતા માત્ર રાજકીય લાભ માટે જનતામાં ભાગલા પાડી રહી છે અને રાજ્યની સમસ્યાઓને નજરઅંદાજ કરી રહી છે.

અસલી Shiv Sena આજ પણ અમારી પાસે છે

દશેરા રેલીમાં ઉદ્ધવે કહ્યું કે, અસલી શિવસેના આજ પણ અમારી પાસે છે. તેમણે લદ્દાખના સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂકની ધરપકડ પર કહ્યું કે, સોનમ એક દેશભક્ત છે, જેમણે લેહ-લદ્દાખ માટે ખંતથી કામ કર્યું, ભારતીય સેના માટે સૌર ઉર્જા ટેકનોલોજીનું આવિષ્કાર કર્યું, પાણીની અછતને દૂર કરવા માટે કામ કર્યું, તેમના અધિકારો માટે આંદોલન કર્યો, તેઓ લડી રહ્યાં છે, ભૂખ હડતાલ કરી રહ્યાં છે, પરંતુ વડાપ્રધાન તેમણે જેલમાં નાંખી દીધા છે. તેમણે કહ્યું કે, જ્યાર સુધી વાંગચૂક વડાપ્રધાન માટે સારી વાતો કરી રહ્યાં હતા, ત્યાર સુધી પીએમને કોઈ આપત્તિ નહતી.

આ પણ વાંચો- India-China વચ્ચે શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઈટ્સ : 5 વર્ષ પછી હવાઈ સેવા કરાશે પુન:સ્થાપિત

Tags :
Advertisement

.

×