ટ્રાન્સ એથ્લીટ Anaya Bangar નો મોટો ઘટસ્ફોટ, કહ્યું, ' જાણીતા ક્રિકેટરે મને......!'
- અનાયા બાંગરે જાણીતા ક્રિકેટરની હરકત પરથી પરદો ઉંચક્યો
- જેની સાથે વાત થતી ન્હતી, તેણે તેવો ફોટો મોકલ્યો
- હોસ્ટ અશ્નીર ગ્રોવરના રીયાલીટી શોમાં સ્ફોટક વાત સામે આવી
Raise And Fall Show : હાલના સમયમાં 'Bigg Boss 19' ની સાથે, 'Rise And Fall' નામનો બીજો એક નવો રિયાલિટી શો (Reality Show - India) શરૂ થયો છે અને તેને અશ્નીર ગ્રોવર (Ashneer Grover) હોસ્ટ કરી રહ્યા છે. ટ્રાન્સજેન્ડર એથ્લીટ અનાયા બાંગર (Transgender Athlete - Anaya Bangar) પણ આ શોનો ભાગ છે, હાલમાં તેણે એક મોટો ખુલાસો કર્યો છે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, એક જાણીતા ક્રિકેટરે તેને અશ્લીલ ફોટો મોકલ્યો હતો.
સીધો એવો ફોટો મને મોકલ્યો
એક ચોંકાવનારા ખુલાસામાં ક્રિકેટર સંજય બાંગરની (Cricketer Sanjay Bangar) પુત્રી અનાયા બાંગરે (Anaya Bangar) એક જાણીતા ક્રિકેટર સાથે જોડાયેલી એક ઘટના વિશે જણાવ્યું હતું. અને આ વાતને લઇને તેના સહ-સ્પર્ધકો સાથે ખુલીને વાત કરતા અનાયાએ કહ્યું કે, "ખરેખર, એવું બન્યું, હું ગયા વર્ષે નવેમ્બરમાં જાહેરમાં સામે આવી હતી. પછી ડિસેમ્બર-જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર હું કન્ટેન્ટ પોસ્ટ કરતી હતી, મારા મનમાં જે આવતું તે કરતી હતી. અચાનક, એક ક્રિકેટરે મને એડ કરી હતી, અને અમે એકબીજા સાથે વાત કરતા ન્હોતા, પણ તેણે સીધો એવો ફોટો મને મોકલ્યો હતો.
બધા તેને ઓળખે છે
આ બાદમાં તેની બાજુમાં બેઠેલી સ્પર્ધકે પૂછ્યું કે, શું તેણે નગ્ન ફોટો મોકલ્યો છે, ત્યારે અનાયાએ કહ્યું, "તમે સમજી લો, તમારી રીતે" જ્યારે અન્ય એક સ્પર્ધકે પૂછ્યું કે શું તે તેને ઓળખે છે, ત્યારે અનાયાએ કહ્યું, "બધા તેને ઓળખે છે." તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયાએ ગયા વર્ષે ટ્રાન્સજેન્ડર બનવાનું નક્કી કર્યું હતું અને તેણી ઘણીવાર ક્રિકેટ જગતમાં તેના પડકારો વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
રાઇઝ એન્ડ ફોલ વિશે
અશ્નીર ગ્રોવર દ્વારા હોસ્ટ (Ashneer Grover Host) કરાયેલા રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ' (Reality Show - Rise And Fall) માં વિવિધ ક્ષેત્રોના 16 સહભાગીઓ છે. આમાં લોકપ્રિય ટીવી અભિનેતા અર્જુન બિજલાની, કોરિયોગ્રાફર અને પ્રભાવશાળી ધનશ્રી વર્મા, હાસ્ય કલાકાર કીકુ શારદા, અભિનેત્રી કુબ્રા સૈત, ગાયક-હોસ્ટ આદિત્ય નારાયણ અને અભિનેત્રી આહના કુમારાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ------ Salman Khan security : સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, બિગબોસ શૉમાં મોટો ફેરફાર