Khel Mahakumbha: ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન, વાંચો અહેવાલ
- ખેલ મહાકુંભમાં રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન
- અત્યાર સુધીમાં 59 લાખ લોકોનું રજીસ્ટ્રેશન
- રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ
- આગામી નવેમ્બરથી ખેલ મહાકુંભ શરૂ થઈ શકે
રાજ્યમાં રમત ગમત પ્રવૃત્તિને વેગ આપવા અને બાળકો તથા યુવાઓને રમતો પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરુ કરાયો હતો. આ વર્ષે ખેલ મહાકુંભ 2.0માં અત્યાર સુધી 59 લાખ ખેલાડીઓએ વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે એક રેકોર્ડ છે. ગત વર્ષે 55 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ
ખેલ મહાકુંભમાં રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન થયું છે. ખેલ મહાકુંભ 2.0માં અત્યાર સુધીમાં 59 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે અને આગામી નવેમ્બરથી ખેલ મહાકુંભ શરૂ થઈ શકે છે.
તાજેતરમાં મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ કરાયું હતું
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ કરાયું હતું. આ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી અને મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ અને કોચીસ હાજર રહ્યા હતા. ત્યાર બાદ ખેલ મહાકુંભ માટેનું રજીસ્ટેશન શરુ થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે તમારે હવે ઓલિમ્પીકના ખેલાડી બનવા તૈયાર થવાનું છે. ગુજરાત સરકાર તમારી સાથે છે. તેમણે હળવા મિજાજમાં કહ્યું કે સ્પોર્ટસ હોય અને યુવા મંત્રી હોય પછી તમારે જોઇશે શું બીજું…કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે યુવા ધન સ્પોર્ટસના રવાડે ચઢે…ડ્રગ્સના રવાડે નહીં. અમારા દરવાજા ખુલ્લા છે. તમે ખાલી મહેનત કરો.
ખેલ મહાકુંભમાં રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન
અત્યાર સુધીમાં 59 લાખ લોકોનું રજીસ્ટ્રેશન@sanghaviharsh @sagofficialpage @CMOGuj#khelmahakumbh #registration #sportsevents #Gujaratfirst #breakingnews pic.twitter.com/TDrkLv9MF5— Gujarat First (@GujaratFirst) October 18, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓને અને તેમની ક્ષમતાને બિરદાવી હતી
અમદાવાદમાં આજે મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ થયું હતું જેમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓને અને તેમની ક્ષમતાને બિરદાવી હતી. ખેલાડીઓના પરિવારના સભ્યોએ આપેલા ભોગની પણ તેમણે સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર પાસેથી તમારે જે જોઇતું હોય તે અને જે રમતમાં આગળ વધવું હોય તેમાં આગળ વધો, તમારી મુશ્કેલી આપણા મંત્રી દુર કરી દેશે.
ખેલકૂદ રમત ગમત ક્ષેત્રમાં કૌશલ્ય ઝળકાવાનો અમૃતકાળ
ગયા વખતે 55 લાખ રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે વધારે રજીસ્ટ્રેશન થશે. 36મી નેશનલ ગેમ્સ 7 વર્ષથી રમાઇ ન હતી પણ ગુજરાતે આ ગેમ રમાડી હતી. અમે 3 મહિનામાં આયોજન કર્યું હતું. ગુજરાતમાં તમારે ઓલિમ્પીકના ખેલાડી બનવા તૈયાર થવાનું છે. આઝાદીના અમૃતકાળમાં ખેલકૂદ રમત ગમત ક્ષેત્રમાં કૌશલ્ય ઝળકાવાનો અમૃતકાળ બનશે.
આ પણ વાંચો---NZ VS AFG : શું ચેપોકના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી વધુ એક અપસેટ સર્જી શકશે ?


