Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડ : 8 કર્મચારીઓ સસ્પેન્ડ

પુલકિતનો વધુ એક કારસ્તાન સામે આવતા હડકંપ મચ્યો છે, વધુ તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડ   8 કર્મચારીઓ સસ્પેન્ડ
Advertisement
  • AMCમાં ફરી ભરતી કૌભાંડ: પુલકિત સથવારાની ગેરરીતિએ 8 કર્મચારીઓ સસ્પેન્ડ
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માર્ક્સ ગોટાળો: 8 ઉમેદવારોની નોકરી જોખમમાં
  • પુલકિત સથવારાનું વધુ એક કૌભાંડ: AMCની ભરતીમાં માર્ક્સ વધારી નોકરી અપાવી
  • AMC ભરતી કૌભાંડ: 2023-24માં 8 ઉમેદવારોના માર્ક્સ ગેરકાયદેસર વધારાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ફરી એકવાર ભરતી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારાની મુખ્ય ભૂમિકા રહી છે. આ કૌભાંડમાં 2023-24 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનિટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના માર્ક્સ વધારીને ગેરરીતિ આચરવામાં આવી હતી.

આ ગેરરીતિના કારણે ઉમેદવારો મેરિટ લિસ્ટમાં આવ્યા અને નોકરી મેળવી હતી. જોકે, આ કૌભાંડ બહાર આવતાં મ્યુનિસિપલ કમિશનરે આ 8 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Advertisement

અગાઉના કૌભાંડ અને તપાસઆ પહેલાં પણ પુલકિત સથવારા ઇજનેર વિભાગની ભરતીમાં સમાન પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલો હતો, જેમાં તેણે ઉમેદવારોના માર્ક્સ વધારીને નોકરી અપાવી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને AMCએ 2021થી 2025 સુધીની તમામ ભરતી પ્રક્રિયાઓની તપાસ માટે એક કમિટી રચી હતી, જેમાં બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ત્રણ HOD કક્ષાના અધિકારીઓનો સમાવેશ થતો હતો. આ કમિટીએ છેલ્લા 5 વર્ષની ભરતી પ્રક્રિયાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો-દાહોદમાં આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના પૂતળાનું દહન, ભીલ પ્રદેશ વિવાદે રાજકારણ ગરમાયું!

ભરતી પ્રક્રિયાની વિગતો ઉમેદવારોની સંખ્યા : AMCના જુદા જુદા વિભાગોમાં 37થી વધુ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાઓ GU, IIT, IIM જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા લેવામાં આવી હતી.

નિમણૂક: 2786 ઉમેદવારોને ફિક્સ પગારે અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવી, જ્યારે 1316 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા.

ચકાસણી: પસંદગી અને વેઇટિંગ યાદીના ઉમેદવારોના રિઝલ્ટ અને સંબંધિત માહિતીની પુનઃ ચકાસણી દરમિયાન આ 8 ઉમેદવારોની ગેરરીતિ ઝડપાઈ હતી.

પુલકિત સથવારાએ વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોના માર્ક્સ વધારીને તેમને મેરિટ લિસ્ટમાં લાવવાની ગેરરીતિ આચરી હતી. આ ગેરરીતિ એજન્સી દ્વારા આપેલા મૂળ રિઝલ્ટ સાથે ખરાઈ કરતાં સામે આવી હતી. આ કૌભાંડને લઈને AMCની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે, અને વિપક્ષે ભાજપના સત્તાધીશો પર પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો-Ahmedabad : અંગ ફેલ્યોરથી મૃત્યુની રાહ જોતા 4 લોકોને અંગદાન થકી જીવનદાન

Tags :
Advertisement

.

×