Heavy Rain Alert : ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!
- અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ'
- ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે
Heavy Rain Alert in Ahmedabad: ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ આગાહીને પગલે 9 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' અને બાકીના તમામ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે આ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી તેમને 'ઓરેન્જ એલર્ટ' હેઠળ રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર થવાની સંભાવના છે. લોકોને કારણ વગર બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
આ પણ વાંચો -Patan : સિદ્ધપુરમાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.
આ પણ વાંચો - Narmada : ઇન્દિરા સાગરથી પાણી છોડાતા નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરાયો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ વરસાદ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.


